BREAKING NEWS

સરકારી નોકરીની તૈયારી કરનારા માટે ખુશખબરી, GPSCએ 378 જગ્યાઓની ભરતી માટે જાહેરાત કરી

  • November 28, 2025 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવા ઉમેદાવારો માટે ખુશીના સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ રાજ્યના 67 વિભાગમાં કુલ 378 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે. 


GPSC દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યના જુદા જુદા વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે. લાયકાત, પે-સ્કેલ, કેટેગરી મુજબના રિઝર્વેશન અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો GPSCની સત્તાવાર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.


જાણો ઓનલાઈન અરજી કરવાનો છેલ્લો દિવસ

ઓનલાઈન અરજી કરવાની શરૂઆત આવતીકાલથી થશે. જ્યારે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર છે. GPSCએ ઉમેદવારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દિવસ સુધી રાહ ન જોતા વહેલી તકે અરજી પૂર્ણ કરી દેવી. જેથી ટેકનિકલ સમસ્યાના કારણે અવરોધ ન આવે.


નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું 

અરજી કરતા પહેલા નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું અને લાયકાતની પુષ્ટિ કરવી જરૂરી છે. ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી, સિલેબસ, પસંદગી પદ્ધતિ વગેરે વિગતો GPSC વેબસાઈટ પર મુકવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News