શિષ્યવૃત્તિથી આવાસ સહાય સુધી, સામાજિક ન્યાય વિભાગને રૂ.7086 કરોડની ઐતિહાસિક ફાળવણી
રાજ્ય સરકાર દ્વારા સમાજના જરૂરિયાતમંદ અને પછાત વર્ગોને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનો સંકલ્પ
ગુજરાત બજેટ 2026-27માં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ.7086 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સમાજના જરૂરિયાતમંદ અને પછાત વર્ગોને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે.
વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ યોજનાઓમાં મહત્વપૂર્ણ ફાળવણી કરવામાં આવી છે. પી.એમ. યશસ્વી પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9.75 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. 630 કરોડ ફાળવાયા છે.
વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ
સહાય:રૂ. 630 કરોડની ફાળવણી
વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ યોજનાઓમાં મહત્વપૂર્ણ ફાળવણી કરવામાં આવી છે. પી.એમ. યશસ્વી પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9.75 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.630 કરોડ ફાળવાયા છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 36 લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા રૂ.617 કરોડની જોગવાઈ છે. અનુસૂચિત જાતિના 1.45 લાખ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂ.296 કરોડ ફાળવાયા છે.
રૂ.24 કરોડની શિષ્યવૃત્તિ ફાળવણી
વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વ્યક્તિદીઠ રૂ.15 લાખ સુધી 4 ટકાના વ્યાજદરે લોન આપવા રૂ.135 કરોડ ફાળવાયા છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-9માં અભ્યાસ કરતી 1.59 લાખ વિદ્યાર્થિનીઓને મફત સાયકલ આપવા રૂ.73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9 અને 10ના 1.70 લાખ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રૂ.24 કરોડની શિષ્યવૃત્તિ ફાળવણી કરવામાં આવી છે.
પાલક માતા-પિતા યોજના હેઠળ રૂ.83 કરોડ ફાળવાય
નિરાધાર બાળકો માટે પાલક માતા-પિતા યોજના હેઠળ રૂ.83 કરોડ ફાળવાયા છે. શૈક્ષણિક અને સ્વરોજગાર લોન યોજનાઓ માટે 19 હજાર લાભાર્થીઓને રૂ.793 કરોડ ફાળવાયા છે, જ્યારે બેંક મારફતે લેવામાં આવેલી લોન પર 6 ટકા સબસિડી આપવા રૂ.25 કરોડની જોગવાઈ છે.