રાજકોટના પૂર્વ કલેકટર વિક્રાંત પાંડેનું કેન્દ્ર સરકારમાં એમ્પેનલમેન્ટનો ઓર્ડર
રાજકોટના પૂર્વ કલેકટર વિક્રાંત પાંડેનું કેન્દ્ર સરકારમાં એમ્પેનલમેન્ટનો ઓર્ડર
April 23, 2026 08:17 PM
રાજકોટના પૂર્વ કલેકટર અને ગુજરાત વહીવટી તંત્રના બાહોશ સનદી અધિકારી ડો. વિકાંત પાંડેની કેન્દ્રીય પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) માટેનો માર્ગ મોકળો થયો છે. ભારત સરકારના પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સિંગલ ઓર્ડર મુજબ, ડો. વિકાંત પાંડેનું કેન્દ્ર સરકારમાં જોઈન્ટ સેક્રેટરી અવા તેના સમકક્ષ દરજ્જાના પદ માટે એમ્પેનલમેન્ટ કરવામાં આવ્યું છે. ડો. વિકાંત પાંડે ગુજરાત કેડરના વર્ષ ૨૦૦૫ની બેચના અધિકારી છે. હાલમાં તેઓ રાજ્યમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા આ અધિકારીએ અગાઉ કલેક્ટર સહિતના વિવિધ પદો પર પ્રશંસનીય કામગીરી કરી છે.નોંધનીય છે કે ડો. વિકાંત પાંડેની જ બેચના અન્ય અધિકારી કે.કે. નિરાલા હાલમાં કેન્દ્ર સરકારમાં સંયુક્ત સચિવ તરીકે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સેવા આપી રહ્યા છે. હવે ડો. પાંડે પણ સત્તાવાર રીતે જોઈન્ટ સેક્રેટરીનો દરજ્જો ધરાવતા તા, આગામી સમયમાં તેઓ પણ દિલ્હીમાં મહત્વની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે. આ એમ્પેનલમેન્ટ સો જ ગુજરાતના વહીવટી વર્તુળોમાં તેમની નવી ભૂમિકા અંગે ચર્ચાઓ તેજ બની છે. ટૂંક સમયમાં ફરી મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક અગ્ર સચિવ ની જગ્યા ખાલી છે..