BREAKING NEWS

ગુજરાત બજેટ LIVE: પોલીસ કર્મચારીઓ માટે પાંચ વર્ષમાં ૨૦,૪૪૪ જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન

  • February 18, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે એટલે કે આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરવામાં આવશે. આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાની શક્યતા છે, જેના કારણે વિવિધ વિકાસકાર્યો માટે વધારાની જોગવાઈ થવાની આશા છે.


રાજ્યના વિકાસને ગતિ આપવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, કૃષિ અને સામાજિક ક્ષેત્રમાં વધારાના ફાળવણી અંગે બજેટમાં મહત્ત્વપૂર્ણ જાહેરાતો થવાની સંભાવના છે. હવે સૌની નજર આ બજેટ પર છે કે સરકાર કયા ક્ષેત્રને કેટલું પ્રાધાન્ય આપે છે.


બજેટની LIVE હાઇલાઇટ્સ

​​​​​​​- દાહોદમાં રાજ્યનું બીજું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે

- રાજ્યમાં વાહન તથા લાયસન્‍સ સંબંધિત પ્રિમિયમ અને એક્સપ્રેસ સેવાઓ અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરા ખાતે પૂરી પાડવા પ્રાયોગિક ધોરણે આયોજન

- કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ₹૨૩૦ કરોડની જોગવાઇ

- વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૬૫ કરોડની જોગવાઇ

- ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે ₹૮ કરોડની જોગવાઇ

- અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૧૦૧ કરોડની જોગવાઇ

- મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹૪૦ કરોડની જોગવાઇ

- રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે રૂ.૩૧ કરોડની જોગવાઇ

- સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1333 કરોડ એમ કુલ ₹3043 કરોડની જોગવાઇ

- ગુજરાત સરકારનું ઐતિહાસિક બજેટ ગૃહમાં રજૂઃ ૨૦૨૬-૨૭નું રૂ.૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું વિક્રમી અંદાજપત્ર

​​​​​​​- પોલીસ કર્મચારીઓ માટે પાંચ વર્ષમાં ૨૦,૪૪૪ જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન, જેના માટે રૂ.૧૫૭૧ કરોડની જોગવાઇ

- ગુજરાત પોલીસ માટે ડેટા ફ્યુઝન સેન્ટર એન્ડ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એઆઇ ઇન પોલિસીંગની સ્થાપના કરાશે, જેના માટે ₹૬૦ કરોડની જોગવાઇ

- આધુનિક ટેકનોલોજી ધરાવતી ૨૪૬૩ જેટલી નવી બસો, જેમાં ૫૦૦ AC ઈલેકટ્રિક બસો મૂકવાનું આયોજન, ₹૧૨૮૬ કરોડની જોગવાઇ

- સુરત, ભાવનગર,જામનગર ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવાશે

- ₹૬૧૩ કરોડના ખર્ચે અંબાજીમાં રાજ્યની પ્રથમ ભૂગર્ભ કોપર-ઝીંક ખાણ બનશે

​​​​​​​- કોમનવેલ્થને લઈ અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા 1278 કરોડની ફાળવણી

- SC-ST અને અન્ય અનામત જાતિના આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય રૂ. 2160માં રૂ. 340નો વધારો કરી રૂ. 2500 કરવાની જાહેરાત

- રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ રૂ.૩૦૦૦ કરોડની જોગવાઇ

- અત્યાધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરાશે: : નાણામંત્રી

- રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ રૂ.૩૦૦૦ કરોડની જોગવાઇ

- 25 GIDC ને રૂ. 1250 કરોડના ખર્ચે હાઈટેક અને ‘સ્માર્ટ’ બનાવવામાં આવશે, જ્યારે 120 મિની GIDC નું નવીનીકરણ થશે: નાણામંત્રી

- ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત 2755 કરોડની જોગવાઇ

- સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે, અનાજ સંગ્રહથી લઇને રાજ્યના ૪ ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરાશે

- ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા રૂ.૧૫૩૯ કરોડની જોગવાઇ

- સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ₹૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ₹૧૩૩૩ કરોડ એમ કુલ ₹૩૦૪૩ કરોડની જોગવાઇ 

-  નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૧૫૬૫ કરોડની જોગવાઇ 

- IKDRC ( કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ) દ્રારા  સુરત, ભાવનગર અને જામનગર ખાતે IVF સારવારની સુવિધા ઉપલબ્ધ કરાશે

- વીબી જીરામજી યોજનામાં 1500 કરોડની જોગવાઈઃ કનુભાઈ દેસાઈ

- સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવામાં આવશેઃ જેના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇઃ કનુભાઈ દેસાઈ

- Gyan થીમ પર બજેટમાં વિવિધ જોગવાઈ, બજેટમાં વિકસિત ભારતના રોડમેપ પર મૂકાયો ભાર: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

-  3.15 લાખ આવાસો પૂરા પાડવાનું લક્ષ્ય

- રાજ્યમાં બે હજારથી વધુ આંગણવાડીઓનું નિર્માણ કરાશેઃ કનુભાઈ દેસાઇ

- નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું

- બજેટ રજૂ કરતા પહેલાં નાણામંત્રીએ મીડિયા સાથે વાત કરી

- જીજ્ઞેશ મેવાણી કાળો શર્ટ પહેરી આવ્યા, પોસ્ટર નહીં દેખાડવા ચેતવણી

- બજેટ પહેલા કોંગ્રેસનો વિરોધ

- બજેટ રજૂ કરવા કનુ દેસાઈ વિધાનસભા પહોંચ્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application