રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં બીન શૈક્ષણિક કર્મચારીઓની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે થોડા સમય પહેલા પરીક્ષા 'એ' લીધી હતી. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે ૫૩ ઉમેદવારોના ડોક્યુમેન્ટ યોગ્ય ન જાણતા તેમને ભરતી માટેની પ્રક્રિયામાંથી દૂર કરાયા હતા. ભરતી પ્રક્રિયામાંથી જેટલી સંખ્યામાં ઉમેદવારોને દૂર કરવામાં આવ્યા હતા. એટલી જ સંખ્યામાં વેઇટિંગ લિસ્ટ માં રહેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખ ૭ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બોલાવવામાં આવ્યા હતા. પ્રતીક્ષા યાદી પરના ૫૩ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખ ૭ ના બોલાવવામાં આવ્યા હતા તેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે અને તે મુજબ આ ૫૩ માંથી ૩૪ ઉમેદવારોના
ડોક્યુમેન્ટ બરાબર હોવાનું જણાયું છે. દસ ઉમેદવારો ના ડોક્યુમેન્ટ યોગ્ય ન હોવાથી તેમને ડીસ્કોલીફાઈડ કરવામાં આવ્યા છે. જયારે નવ ઉમેદવારો પ્રમાણપત્ર વેરિફિકેશનની પ્રક્રિયામાં આવ્યા ન હતા અને તેથી તેમને પણ ભરતી માટેના લિસ્ટમાંથી દૂર કરાયા છે.
અગાઉ લેવામાં આવેલી પરીક્ષામાં ઉતિર્ણ થયેલા અને ડોકયુમેન્ટ વેરીફીકેશનમાંથી પસાર થયેલા ઉમેદવારો માટે આગામી રવિવારે તારીખ ૧૯ ના રોજ એકઝામ 'બી' અને એલિમિનેશન ટેસ્ટ લેવામાં આવશે. યુનિવર્સિટીના રિફુટમેન્ટ સેલ દ્વારા આવા તમામ ઉમેદવારોને તેમણે આપેલા ઈમેલ આઇડી પર હોલ ટિકિટ અને સૂચના પત્ર મોકલી દેવાયા છે. રવિવારે જ્યારે ઉમેદવારો પરીક્ષામાં આવે ત્યારે હોલ ટિકિટ અને સૂચના પત્ર સાથે લાવવાનું ફરજિયાત છે અને તે વગર પરીક્ષા ખંડમાં એન્ટ્રી આપવામાં નહીં આવે.યુનિવર્સિટીએ તમામ ઉમેદવારોને પોતાના ઈમેલ આઈડીના ઇનબોક્સ, સ્પામ, અપડેટ ફોલ્ડરમાં ચકાસણી કરી હોલ ટિકિટ અને સૂચના પત્ર મેળવી લેવાના જણાવ્યું છે. જો આમ છતાં કોઈ સમસ્યા હોય તો રિક્રુટમેન્ટ સેલ નો ઓનલાઈન સંપર્ક સાધી શકાશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં બીન શૈક્ષણિક કર્મચારીઓની ડેટા એન્ટ્રી ઓપરેટર, લાઇબ્રેરીયન, કોમ્પ્યુટર ઓપરેટર (સિનિયર),ઇલેક્ટ્રિકલ રા એન્જિનિયર, બાયો સાયન્સ ભવનમાં સૌ ફિલ્ડ કલેક્ટર અને ફિલ્ડ આસિસ્ટન્ટ, ફાર્મસી વિભાગમાં લેબ આસિસ્ટન્ટ અને સા સ્ટોર કીપર, આસિસ્ટન્ટ કલાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી જુદી જુદી ૫૭જેટલી જગ્યાઓ ખાલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application