BREAKING NEWS

પાટણવાવમાં બે પરિવાર વચ્ચે કુહાડી, છરી, પાઇપ વડે મારામારી: પાંચ ઘવાયા

  • April 16, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ધોરાજીના પાટણવાવમાં બે પરીવાર એકબીજા પર કુહાડી, પાઇપ, છરી સહિતના હથિયારો વડે તુટી પડયા હતાં. જેમાં પાંચને ઇજા પહોંચી હતી. પરિણીતા સાથે ફોનમાં વાત કરવા મામલે માથકૂટ થઇ હતી. આ અંગે પોલીસે સામસામી ફરિયાદના આધારે ૧૦ શખસો સામે રાયોટીંગ સહિતની કમલ હેઠળ ગુનો નોંધ્યો છે.
પાટણવાવમાં આંબેડકર રોડ પર બીબી મસ્જીદ પાસે રહેતાં ચંદુભાઈ દેવાભાઈ રાણવા (ઉ.વ.૬૯) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહેશ ઉર્ફે મુકેશ માધા વાવેચા, જીતુ મહેશ ઉર્ફે મુકેશ વાવેચા, પ્રતીક મહેસ ઉર્ફે મુકેશ વાવેચા, રસીલાબેન મહેશ વાવેચા અને નરેશ મનસુખ વાવેચા (રહે તમામ પાટણવાવ) ના નામ આપ્યા છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા.૧૪ ના સાંજે નવેક વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે પુત્ર હિતેશ ઘરે બેસવા આવ્યો હતો. દરમિયાન ઘરની બહાર ગામનો મહેશ ઉર્ફે મુકેશ વાવેચા અને તેનો દીકરા ચિતવન મોટા અવાજે ગાળો બોલતા હતા કે, બહાર નીકળો તમને જાનથી મારી નાખવા છે, જેથી ફરીયાદી અને તેમનો પરીવાર બહાર નીકળીને જોયું તો મહેશ ઉર્ફે મુકેશ વાવેચા તેનો પુત્ર ચિતવન, પ્રતીક, મુકેશના ભાઈનો દિકરો નરેશ અને મુકેશની પત્ની રસીલા કુહાડી, લોખંડના પાઈપ, લાકડી, કાચના ટુકડા સાથે ઊભાં હતાં.
જે દરમિયાન મહેશ ઉર્ફે મુકેશે તેની પાસે રહેલ લોખંડના પાઈપ વડે ફરિયાદીના પુત્ર યોગેશને જાનથી મારી નાખવાના ઈરાદે માથામાં મારતા લોહી નીકળવા લાગેલ બાદ ચિત્તવન ઉર્ફે ચિતુના હાથમાં કુહાડી હતી તેને પણ જાનથી મારી નાખવાના ઈરાદે દીકરા હિતેશને માથામાં ઘા ઝીંકી હિતેશના દીકરા સમીરને હાથમાં મારેલ હતી. તેમજ આરોપી પ્રતિકે ફરીયાદીને લાકડીનો ઘા ઝીંકી દિધો હતો. યારે નરેશ ઉર્ફે નીએ તેમના હાથમાં રહેલ કાચના ટુકડા અમોને ઉડાડતો હતો ત્યાં આજુબાજુના માણસો આવી જતા આરોપી નાસી છૂટા હતા. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પુત્ર યોગેશના પત્ની બે મહિના પહેલા આ ચિત્તવન ઉર્ફે ચિતુ સાથે ફોનમાં વાતચીત કરતા પકડાઈ જતા ચિત્તવન તથા તેના પરિવારને ઠપકો આપેલ બાદ સમાધાન થઈ ગયેલ હતું. જે બાબતનો ખાર રાખી હત્પમલો કર્યેા હતો.
યારે સામાપક્ષે પાટણવાવમાં જ રહેતા ચિત્તવનકુમાર મહેશભાઈ વાવેચા (ઉવ.૩૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધનરાજ હિતેશ રાણવા, હિતેશ ચંદુ રાણવા, યોગેશ ચંદુ રાણવા, ચંદુ દેવા રાણવા અને સમીર હિતેશ રાણવા (રહે તમામ પાટણવાવ) નું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા.૧૪ ના સાંજના નવેક વાગ્યે તે અને તેમનો નાનો ભાઈ પ્રતિક બીબી મસ્જિદ પાસે દુકાને પાન ખાવા જતા હતા ત્યારે ત્યાં રહેતા ચંદુ રાણવાનો પરિવાર ત્યાં બેઠો હતો. અમને જોતા જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો બોલવા લાગેલ ત્યારે ધનરાજ રાણવાના હાથમાં છરી હતી તેને દોડીને આવી માથામાં ઘા મારેલ બાદ બીજો ઘા હાથમાં બગલ પાસે મારેલ હતો. ત્યાં હિતેશ રાણવા, યોગેશ રાણવા, ચંદુ રાણવા, સમીર રાણવા પણ હાથમાં કુહાડી, લોખંડનો પાઇ૫ જેવા હથિયારો સાથે ઉભા હતા. આરોપીઓ દોડીને આવેલ અને બંને ભાઈઓને મુંઢમાર મારી ગાળા–ગાળી કરવા લાગેલ. ત્યાં યુવકના મમ્મી પપ્પા પણ આવી ગયેલ અને તેમની સાથે પણ સામાવાળા લોકો જપાજપી કરી હતી. ત્યાં મોટા બાપાનો દીકરો નરેશ ઉર્ફે ની વાવેચા પણ ત્યાં આવી ગયેલ તેને પણ સામા વાળાએ લોકોએ મુંઢમાર મારેલ હતો. બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી પાટણવાવ પોલીસે મહિલા સહિત ૧૦ સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ વાય.એમ.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News