BREAKING NEWS

મંગેતર યુવતીએ નણંદને મોતને ઘાટ ઉતારીઃ પોરબંદરમાં સગાઈ તોડવાના ડખ્ખામાં ખૂની ખેલ ખેલાયો

  • May 21, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં એક યુવાનની સગાઇ તોડવાની વાતના ડખ્ખામાં તેની મંગેતર યુવતી અને તેના માતા–પિતા આ યુવાનના ઘરે આવ્યા હતા અને માથાકૂટ થતા મંગેતર અને તેના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતા અને મારામારી કરતા પુરુષોતમ માસ અને વેકેશન અનુસંધાને પીયરીયે આવેલી નણંદને ધક્કો મારી દેતા કબાટમાં માથુ અફડાયુ હતુ અને મારામારીના આ બનાવમાં તેનું કરૂણ મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે અને યુવાને તેની મંગેતર અને સાસુ–સસરા સામે ખુનનો ગુન્હો દાખલ કર્યેા છે. પોરબંદર લોહાણા સમાજમાં આ બનાવે ભારે ચકચાર મચાવી છે.


પોરબંદરમાં બીરલા હોલ પાછળ નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને ભાવસિંહજી હોસ્પિટલ પાછળ શીતલ કોમ્પલેકસની સામે ગિરિરાજ મોબાઇલ નામની દુકાન ધરાવતા હિત કીરીટભાઇ પોપટ નામના ૨૮ વર્ષના યુવાને કમલાબાગ પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદમાં એવુ જણાવ્યુ છે કે પોરબંદરના ફાયરબ્રિગેડ સ્ટેશન સામે આવેલ શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશ લીલાધર રાયચુરાની દીકરી સુહાસી સાથે ૧૧ મહિના પહેલા તા. ૧૫–૬–૨૦૨૫ના રોજ તેની સગાઇ થઇ હતી અને ત્યારબાદ અવારનવાર પ્રસંગોપાત સુહાસી ઘરે આવતી હતી.

સુહાસી રાજકોટ ખાતે નોકરી કરતી હતી અને રજા પર આવે ત્યારે પોરબંદર હિત પોપટ અને તેના પરિવારના સભ્યોને મળતી હતી.  છેલ્લા દોઢ બે મહિનાથી નાની નાની વાતમાં સુહાસીને હિતના પરિવારના સભ્યો સાથે ઝઘડા થતા હતા. રૂબરૂ અને ફોનમાં માથાકૂટ થઇ હતી અને ત્યારબાદ ઝઘડા વધતા જતા હતા.

ત્યારબાદ સગાઇ પછી આ પ્રકારના ઝઘડાનું પ્રમાણ વધી જતા હીતે તેના પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ મંગેતર સુહાસીને જણાવી દીધુ હતુ કે 'મારે તારી સાથે લગ્ન કરવા નથી.' જેથી બે–ત્રણ દિવસથી સુહાસી અને તેની માતા શિલ્પાબેન તથા પિતા જગદીશભાઇ ફરીયાદીના ઘરે આવીને 'લગ્ન કેમ નહી કરો?' તેમ કહીને એલફેલ બોલીને ઝઘડા કરતા હતા.

બુધવારે બપોરના ત્રણેક વાગ્યે ફરીયાદી હિત પોપટ તથા તેના માતા ક્રિષ્નાબેન, પિતા કીરીટભાઇ તથા વેકેશન અનુસંધાને તેમજ પુરુષોતમ માસ નિમિત્તે પીયરીયે આવેલી બહેનો જૂનાગઢ રહેતી મોટીબેન વૃન્દાબેન વિશાલભાઇ નિર્મળ ઉ.વ.૩૫ તથા નાની બહેન જામખંભાળીયા રહેતી હિતાંશી પુર્વ ભાયાણી ઘરે આવ્યા હતા અને બપોરે બેઠા હતા ત્યારે મંગેતર સુહાસી  ઘરે આવી હતી અને 'તમે મારી સગાઇ કેમ તોડો છો?' તેમ કહી ફરીયાદીના પરિવારજનોને ગાળો બોલવા લાગી હતી આથી પરિવારના સભ્યોએ તેને સમજાવતા મારવા માટે હાથ ઉગામ્યો હતો તેથી મોટી બહેન વૃન્દાએ મોબાઇલમાં વીડીયો ઉતારવા જતા  સુહાસીના પિતા જગદીશે ઘરમાં રહેલો પ્લાસ્ટિકનો પાઇપ વૃન્દાને મારવા જતા બહેનને બચાવવા ભાઇ હિત વચ્ચે પડયો હતો. આથી જગદીશે તેને પકડી રાખ્યો હતો. સુહાસી અને તેની માતા શિલ્પાએ વૃન્દાને'હવે તો તને મૂકવી નથી' તેમ કહી જોરથી ધકકો મારી કબાટમાં ભટકાડી દેતા વૃન્દા ઉલ્ટીકરીને બેભાન થઇ ગઇ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application