પોલીસને હાથ ન લાગે તે માટે વાડી વિસ્તારમાં શ કરેલી ફેક્ટરી ઝડપાઈ
પોલીસને હાથ ન લાગે તે માટે વાડી વિસ્તારમાં શ કરેલી ફેક્ટરી ઝડપાઈ
October 09, 2025 02:55 PM
ભાવનગર પોલીસે જિલ્લાના દેવગાણા બાદ આંબલા ગામે વાડી વિસ્તારમાંથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપી લઈ માલિક વિરૂદ્ધ ગુનો નોંધી.કુલ ૧૧૮૫ કિલો નકલી માવાનો નાશ કરાયો, હતો. તહેવારો આવતા જ ફેક્ટરી માલિકો તેમજ વેપારીઓ ગ્રાહકોને ચિજ વસ્તુઓ તાત્કાલીક સપ્લાય કરવા માટે હવે ભેળસેળ કરવાથી પણ અચકાતા નથી અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. હવે જો કે, મોટા ભાગના વેપારીઓ નકલી માવો મુંબઇના વેપારીઓને વેચાણ કરતો આરોપીએ પોલીસ પકડથી દુર રહેવા માટે થઇ નકલી માવાની ફેક્ટરી વાડી વિસ્તારમાં શરૂ કરી હતી. અને નકલી માવાની જુદી જુદી આઇટમો બનાવી આરોપી મિલન સુરેશભાઈ દવે મુંબઇ ખાતેના જુદા જુદા વેપારીઓને સસ્તા રૂપિયામાં વેચાણ કરતો હોવાનું તપાસમાં ઘટસ્ફોટ થયો હોવાનું એસ.ઓ.જી.પોલીસના જણાવ્યું હતું. ગ્રાહકોને ભેળસેળ યુક્ત જ આપે છે પરંતુ ભેળસેળથી પણ આગળ હવે વેપારીઓ નકલી માવો બનાવતા થઈ ગયા છે. થોડા દિવસો પૂર્વે ભાવનગર જિલ્લાના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરીનો પર્દાફશ થયો હતો. ત્યારે વધુ એક સિહોર તાલુકાના આંબલા ગામે વાડી વિસ્તારમાં નકલી માવાની ધમધમતી ફેક્ટરી ઝડપાઇ હતી. આંબલા ગામે રહેતો મિલન સુરેશભાઈ દવે નામનો શખ્સ દુધ પાવડર, વનસ્પતી તેલ તેમની ફટકડીનો ઉપયોગ કરી બનાવતો હોવાની ભાવનગર એસ.ઓ.જી. પોલીસને બાતમી મળતા પોલીસે ભાવનગર જિલ્લા ફુડ વિભાગને સાથે રાખીને સંયુક્ત દરોડા પાડયા હતા. જે દરોડા દરમિયાન આરોપી મિલન સુરેશભાઈ દવે વિરૂદ્ધ ગુનો નોંધી, ફેક્ટરીમાંથી ઝડપી લીધેલ ૧૧૮૫ કિલો નકલી માવો જેમાં મીઠો માવો, થાબડી માવો તેમજ ફટકડી સહિતની અખાદ્ય ચિજવસ્તુઓનો પોલીસ તેમજ ફુડ વિભાગે નાશ કરી તપાસ શરૂ કરી હતી.