BREAKING NEWS

રશિયા–યુક્રેન યુદ્ધનો અંત? ત્રણ દિવસના સીઝ ફાયરની ઘોષણા કરી ટ્રમ્પે કહ્યું, મેં રોકાવી લડા

  • May 09, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૧ મે સુધીના ૭૨ કલાક ખાસ બની રહેશે, ૧,૦૦૦ કેદીઓની આપ–લે કરવામાં આવશે: યુદ્ધવિરામ દરમિયાન બધી લશ્કરી પ્રવૃત્તિઓ બધં રખાશ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ યુદ્ધવિરામ ૯, ૧૦ અને ૧૧ મે સુધી અમલમાં રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે તેમને ખુશી છે કે બંને દેશો ત્રણ દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે.આ દિવસો દરમિયાન લશ્કરી પ્રવૃત્તિઓ પર રોક રહેશે અને કેદીઓની આપલે થશે. ટ્રમ્પે નોંધ્યું કે આ રશિયામાં વિજય દિવસની ઉજવણીનો સમય છે. યુક્રેન બીજા વિશ્વયુદ્ધમાં પણ મુખ્ય ખેલાડી હતું, જેના કારણે આ બંને દેશો માટે મહત્વપૂર્ણ સમય છે. તેમણે કહ્યું કે આ યુદ્ધવિરામ દરમિયાન બધી લશ્કરી પ્રવૃત્તિઓ બધં કરવામાં આવશે. વધુમાં, બંને દેશો વચ્ચે ૧,૦૦૦ કેદીઓની આપ–લે પણ કરવામાં આવશે.
ટ્રમ્પે જણાવ્યું કે તેમણે વ્યકિતગત રીતે વિનંતી કરી હતી અને આ પગલા માટે રશિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો આભાર માન્યો. તેમણે આશા વ્યકત કરી કે આ પગલું આ લાંબા સમયથી ચાલતા અને ખતરનાક યુદ્ધના અંતની શઆત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે આ સંઘર્ષ બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો માનવામાં આવે છે અને તેને સમા કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે પોતાની પોસ્ટનો અતં એમ કહીને કર્યેા કે શાંતિ તરફના પ્રયાસો દરરોજ આગળ વધી રહ્યા છે અને વિશ્વ આ યુદ્ધના અંતની નજીક પહોંચી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application