કાળઝાળ ગરમી વચ્ચે ગોંડલમાં વીજ ધાંધિયા: રહીશોનો કચેરીએ હલ્લાબોલ
કાળઝાળ ગરમી વચ્ચે ગોંડલમાં વીજ ધાંધિયા: રહીશોનો કચેરીએ હલ્લાબોલ
May 12, 2026 03:12 PM
ગોંડલ શહેરના સાંઢીયા પુલ પાસે આવેલી વૃંદાવન સોસાયટી–૫ ના રહીશોએ આજે રોષે ભરાઈને પીજીવીસીએલ કચેરીએ હલ્લ ાબોલ કર્યેા હતો. છેલ્લ ા ચાર દિવસથી રાત્રે લાઈટો ગુલ થઈ જવાની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ તત્રં સામે ઉગ્ર નારેબાજી કરી હતી. વૃંદાવન સોસાયટીમાં છેલ્લ ા ચાર દિવસથી રાત્રે ૧૨ વાગ્યા પછી અચાનક વીજ પુરવઠો બધં થઈ જાય છે. સતત ૫ થી ૬ કલાક સુધી લાઈટો ન આવતા રહીશોને જાગરણ કરવાનો વારો આવ્યો છે. ૪૦ ડિગ્રીથી વધુની ગરમીમાં કલાકો સુધી પંખા અને એસી બધં રહેતા નાના બાળકો અને બીમાર વૃદ્ધોની હાલત અત્યતં દયનીય બની ગઈ છે. માત્ર વીજ કાપ જ નહીં, પરંતુ વોલ્ટેજમાં આવતી ભારે વધ–ઘટને કારણે સોસાયટીના અનેક ઘરોમાં ટીવી, ફ્રીજ અને એસી જેવા કિંમતી વીજ ઉપકરણો બળી ગયા છે, જેનાથી રહીશોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તત્રં દ્રારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. સોસાયટીના ૧૦૦ થી વધુ મહિલાઓ અને પુષોનું ટોળું એકત્ર થઈને સીધું જ જીઈબી કચેરીએ પહોંચ્યું હતું. હાલ તો ત્યાં કોઈએ ટૂંક સમયમાં ફોલ્ટ સુધારી દેવાની કોઈ પણ ખાતરી પણ આપી નથી. મામલો થાળે પાડો પણ નથી. પરંતુ જો સમસ્યા યથાવત રહેશે તો આગામી દિવસોમાં ગોંડલના અન્ય વિસ્તારોમાં પણ જનતાનો રોષ જોવા મળી શકે છે. હેમાંગ પરમાર જણાવ્યું હતું કે વૃંદાવનનગર ૫ છેલ્લ ા ચાર દિવસથી અમારી સોસાયટીમાં રાતે મન ફાવે ત્યારે લાઈટ વઈ જાય છે. છેલ્લ ા ચાર દિવસથી સવારે સવારે રિપેર કરવા આવે છે અને આવે તો એ યોગ્ય રીતે રિપેર નથી કરતા અને પાછળથી કોઈ એના એન્જિનિયર ત્યાં કોઈ તપાસ કરવા નથી આવતા કે યોગ્ય રિપેર થયું છે કે નથી થયું. અમે સોથી પણ વધુ માણસો અહીંયા અરજી કરવા આવ્યા છીએ જીઈબીએ અહીંયા અમને સરખો જવાબ નથી મળ્યો, સંતોષ નથી મળ્યો અને ઘણાના ઘરે ઇલેકિટ્રકની વસ્તુઓ પણ બળી ગઈ છે. અમારી સોસાયટીમાં નાના છોકરાઓ છે, વડીલો છે તેમને રાતે આ ઉનાળામાં સૂવામાં અને બધી રીતે ગરમીમાં તકલીફ પડે છે