જૂનાગઢ મનપામાં કર્મચારી ઉપર હત્પમલા મામલે વીજળી હડતાલ પાડી દેવાઈ
જૂનાગઢ મનપામાં કર્મચારી ઉપર હત્પમલા મામલે વીજળી હડતાલ પાડી દેવાઈ
April 14, 2026 03:23 PM
જૂનાગઢ મહાનગરપાલિકામાં બાંધકામ શાખાના કર્મચારીને યુવકે માર માર્યેા હતો. જેના વિરોધમાં ગઈકાલે કોર્પેારેશનના તમામ વિભાગના કર્મચારીઓએ અડધો દિવસ હડતાળ પાડી હતી. જોકે સમગ્ર મામલે ઇજાગ્રસ્ત કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે અને આગામી દિવસોમાં કોર્પેારેશનના વિવિધ વિભાગોમાં આવારા તત્વો કે બિનજરી કનડગત કરતા ઈસમો પ્રવેશ ન કરે તે માટે કમિશનર દ્રારા તમામ વિભાગો પાસેથી માહિતીઓ પ્રા કરી કડક નિર્ણયો લેવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ગઈકાલે ઉઘડતા દિવસે જ કચેરીનું કામકાજ હજુ તો શ થયું હતું ત્યાં કરસન સોલંકી નામનો યુવક ટાઉન પ્લાનિંગ અને ત્યારબાદ બાંધકામ કચેરીમાં પહોંચ્યો હતો. ત્યાં ચિરાગ સાંગાણી સાથે કામ કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને ઉશરાયેલ કરસન સોલંકીએ કર્મચારી સાથે તોછડું વર્તન કયુ હતું. બાંધકામ કચેરીમાં થતી બોલાચાલી મામલે કોમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્ર દાસા કરસન સોલંકી પાસે પહોંચ્યો હતો અને શું વાંધો છે તેમ પૂછતા જીતેન્દ્રભાઈને પણ ગાળો ભાંડી ઝપાઝપી કરી થપ્પડો મારી હતી. ત્યારબાદ મામલો વણસતા પટાવાળા હરસિધ્ધભાઈ તથા બાંધકામ ઈજનેર પાનસુરીયા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ગાળો બોલવાની ના પાડી હતી પરંતુ કરશન સોલંકી વધુ ગુસ્સે થઈ અને ઓફિસમાં પડી જવાનું નાટક કરી એટ્રોસિટીની ફરિયાદ લખાવું છું તેવી ધમકી આપી હતી.ફરજ પર રહેલા કર્મચારી પર થયેલા હત્પમલાની ઘટનાના ઘેરા પડઘા પડા હતા અને તાબડતોબ તમામ વિભાગના કર્મચારીઓ કામથી અળગા રહી મનપા કચેરી નીચે જ હડતાળ પર ઉતર્યા હતા. અને મહાનગરપાલિકામાં આવારા તત્વોની કનડગત દૂર થાય તેવી માંગ કરી હતી. કમિશનર સાથે બેઠક તથા પોલીસ દ્રારા ગુનો નોંધાતા મહાનગરપાલિકા કર્મચારીઓની હડતાળ સમેટાઈ હતી. અને રાબેતા મુજબ કાર્ય શ થયું હતું...