રાજકોટ ગોંડલમાં ચૂંટણીની માથાકૂટનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં ઈરફાન ગફાર ઉર્ફે ડોનને ટિકિટ ન મળતા તેણે ટિકિટ મેળવનાર ઉમેદવાર અને તેના પરિવારને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રા વિગતો મુજબ, ગોંડલના ભગવતપરા શેરી નં.૨૯૦૬ માં રહેતાં અફસાનાબેન દાઉદભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈરફાન ગફર ઉર્ફે ડોન ચૌહાણ (રહે. ગોંડલ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે. ગઈકાલે સાડા અગ્યારેક વાગ્યે તેણી ઘરે હતી અને વેરી દરવાજા પાસે ચીકનની દુકાન છે, ત્યા તેણીનો દીકરો સોહીલ બાઈક લઇ જવા માટે નીકળેલ હતો. ગોંડલ સરકારી દવાખાના ચોક પાસે ચોકમાં પહોંચેલ ત્યારે પુત્રના બાઇકની પાછળ ગોંડલ ભગવતપરા શેરી નં.૨૯૦૬ માં રહેતો ઇરફાન ગફાર ઉર્ફે ડોનએ તેનુ બુલેટ દીકરાના બાઈક પાછળ કરેલ અને એકદમ નજીક આવી દીકરા સોહીલને ગાળો આપી ગાડી ઉભી રાખ તને અહીં છરીના ઘોકા મારી દેવા છે તેમ કહી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેથી દિકરો ભાગીને દુકાને જતો રહેલ અને તેણીને ફોન કરેલ હતો. વધુમાં ફરીયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, ગઈ નગરપાલીકાની ચુંટણીમાં આ ઇરફાન ગફાર ઉર્ફે ડોનના માતા હાજરાબેન ગફારભાઇ ચૌહાણ સુધરાઈ સભ્ય તરીકે ચુંટાયેલ હતાં. આ વખતે નગરપાલીકાની ચુંટણીમાં આ હાજરાબેનને ટિકિટ ન મળેલ હોય અને ફરીયાદીના જેઠ સલીમભાઈ અહેમદભાઈ ચૌહાણને ટીકીટ મળેલ હોય જેનો ખાર રાખી દીકરા સોહીલને ગાળો આપી છરીના ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપી હતી