BREAKING NEWS

ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ની સમયમર્યાદા વધારી

  • December 01, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

11 ડિસેમ્બર, 2025 સુધી ગણતરીનો તબક્કો, 16 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે

તા. 14.02.2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR) ચાલી રહી છે. જેની સમયમર્યાદામાં વધારવામાં આવી છે.

​​​​​​​ જે અનુસાર ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે 16 ડિસેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત તા.16.12.2025થી 07.02.2026 દરમિયાન વાંધા અરજી અને સુનાવણીની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ 14.02.2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ

“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application