જામનગર : લતીપર ગામમાં ખેડૂત વૃઘ્ધનું હાર્ટએટેકથી મૃત્યુ
જામનગર : લતીપર ગામમાં ખેડૂત વૃઘ્ધનું હાર્ટએટેકથી મૃત્યુ
February 23, 2026 01:46 PM
જામનગર જિલ્લામાં હાર્ટ એટેકના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે, એક ખેડૂતને પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હાર્ટએટેક આવી જતાં તેનું મૃત્યુ નીપજ્યું છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિપુલગર ભીખુગર ગોસાઈ નામના ૫૫ વર્ષના ખેડૂત પોતાના ખેતરમાં શાક બકાલાનું વાવેતર કરેલું છે, જેમાં પાણી વાળતા હતા, જે દરમિયાન તેઓને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં બેભાન બની ગયા હતા.
જેઓને સારવાર માટે ધ્રોલ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિવેકગીરી વિપુલગર ગોસાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.