શ્યામનગરમાં મકાનમાં જુગાર રમતા આઠ મહિલાઓ ઝડપાઇ

  • September 21, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા શ્યામનગરમાં મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ મહિલાઓને ઝડપી લીધી હતી.પોલીસે પટમાંથી રોકડ રૂ.17,700 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.જે.કરપડાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એલ.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા,કોન્સ. પ્રદિપભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે શ્યામનગર શેરી નં.3 આરોગ્ય કેન્દ્રવાડી શેરીમાં રહેતા એકતાબેન ગૌરવભાઇ કેસરીયા(ઉ.વ 35) ના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા આઠ મહિલાઓને ઝડપી લીધી હતી.જેમાં એકતાબેન ઉપરાંત સરલાબેન હસમુખભાઇ માણેક,લાજુબેન દયાળભાઇ બાલચંદાણી,રાધાબેન કનુભાઇ પારવાણી,દિમ્પલબેન પ્રવિણભાઇ મકવાણા,ભારતીબેન દિપકભાઇ સેલાણી,ઉષાબેન અજયભાઇ જોશી અને સુકેતાબેન ભગતભાઇ માકડીયાનો સામાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ રૂ.17,700 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના અન્ય દરોડામાં એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મોચી બજાર ખટારા સ્ટેન્ડ જુની કોર્ટ બિલ્ડીંગ પાસે જાહેરમાં વરલી ફિચરનો જુગાર રમી રહેલા રાજેશ ઉર્ફે બટુક ડાયાભાઈ પરમાર (ઉ.વ 48) ને ઝડપી લીધો હતો.જ્યારે પ્ર.નગર પોલીસે પારસી અગિયારી ચોક સ્ટાર પ્લાઝા ચેમ્બર પાસે રોડ પર મોબાઈલ આઈડી ઓલપેનલ 777 પર લાઇવ કેસનોમાં તીન પત્તીનો જુગાર રમી રહેલા પાર્થ મનસુખભાઈ પારેખ(ઉ.વ 26) નામના ઇમિટેશનના ધંધાર્થીને ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ ફોન કબજે કર્યો હતો તેની પૂછપરછમાં આઈડી આપ્નાર તરીકે વિજય મેવાડાનું નામ ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application