BREAKING NEWS

હોર્મુઝ સ્ટ્રેટ બધં થતાં કોલસો, ખાતર સિમેન્ટ સહિત આઠ ઉધોગની માઠી બેઠી

  • April 22, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નવી દિલ્હી કોઈ પણ દેશો વચ્ચે ચાલતું યુદ્ધ માત્ર તે બે કે ત્રણ દેશો જ નહી,સમગ્ર વિશ્વ પર વધતા ઓછા અંશે નકારાત્મક અસર પહોચાડે જ છે. એવું જ મધ્ય પૂર્વ દેશમાં ચાલી રહેલા યુદ્ધમાં બન્યું છે. ઈરાન–યુએસ–ઇઝરાયલ યુદ્ધની અસર હવે ભારતીય ખેડૂતો સુધી પહોંચી છે. માર્ચ ૨૦૨૬માં, દેશના ખાતર અને યુરિયા ઉત્પાદનમાં માર્ચ ૨૦૨૫ની સરખામણીમાં ૨૪.૬ ટકાનો ઘટાડો થયો હતો, એટલે કે લગભગ એક કવાર્ટર ઓછું ખાતરનું ઉત્પાદન થયું હતું. આ ડેટા કેન્દ્ર સરકારના વાણિય મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવ્યો હતો.કાચા તેલના ઉત્પાદનમાં ૫.૭ ટકાનો ઘટાડો થયો છે. કોલસાના ઉત્પાદનમાં ૪ ટકાનો ઘટાડો થયો છે. વીજળીના ઉત્પાદનમાં પણ ૦.૫ ટકાનો ઘટાડો થયો છે. ઓછા કોલસા અને ઓછી વીજળી વચ્ચે સીધો સંબધં છે. સ્થાનિક કુદરતી ગેસના ઉત્પાદનમાં ૬.૪ ટકાનો વધારો થયો છે, જેનાથી થોડી રાહત મળી છે. સ્ટીલનું ઉત્પાદન ૨.૨ ટકા વધ્યું છે. દેશમાં રસ્તા અને ઘરનું બાંધકામ ચાલુ રહેતાં સિમેન્ટ ૪ ટકાથી ઉપર રહ્યું છે. માર્ચ ૨૦૨૬માં આઠ મુખ્ય ઉધોગોનો સંયુકત સૂચકાંક ૦.૪ ટકા ઘટો હતો. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ માટે, તે ફકત ૨.૬ ટકા વધ્યો હતો, જે પાછલા વર્ષેા કરતા ઘણો ઓછો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News