BREAKING NEWS

ભારતમાં ઈબોલાની એન્ટ્રી, મહિલાને કવોરેન્ટાઇન કરાઈ

  • May 27, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આફ્રિકન દેશોમાં તબાહી મચાવનાર અને કોવીડ કરતા પણ અનેકગણો ખતરનાક વાયરસ ઇબોલા ભારતમાં પહોંચી ગયો છે.
અહેવાલો અનુસાર, યુગાન્ડાથી ભારતમાં આવેલી એક મહિલામાં ઇબોલા જેવા ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. અહેવાલ મુજબ, મહિલાને તબીબી સુવિધામાં કવોરેન્ટાઇન કરવામાં આવી છે. એ નોંધનીય છે કે મૃત્યુદરની દ્રષ્ટ્રિએ આ વાયરસ કોરોનાવાયરસ કરતાં વધુ ખતરનાક છે.
અગાઉ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન જેવા દેશોમાં વાયરસથી ૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે.  ઇબોલા વાયરસને ખૂબ જ ઘાતક માનવામાં આવે છે કારણ કે મૃત્યુદર ૫૦ થી ૯૦ ટકા સુધી પહોંચી શકે છે. રાય સરકારો દ્રારા પણ ઈબોલા મુદ્દે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application