યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈયુમાંથી આયાત થતી કાર અને ટ્રક પર ટેરિફ ૨૫ ટકા વધારવાની ધમકી આપતા યુરોપિયન યુનિયન ભડકયું છે અને જણાવી દીધું કે જો યુએસ સંયુકત વેપાર કરારની વિદ્ધ પગલાં લેશે તો અમે અમારા હિતનું રક્ષણ કરવા માટે બધા વિકલ્પો ખુલ્લા રાખશું. યુરોપિયન કમિશનના પ્રવકતાએ જણાવ્યું હતું કે, અમે સ્થિર અને પરસ્પર ફાયદાકારક ટ્રાન્સએટલાન્ટિક સંબંધો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ, પરંતુ જો અમેરિકા સંયુકત નિવેદનનું પાલન નહીં કરે, તો અમે અમારા હિતોનું રક્ષણ કરવાને જ પ્રાયોરીટી આપીશું.પ્રવકતાએ સ્પષ્ટ્રતા કરી કે ઈયુ સામાન્ય કાયદાકીય પ્રક્રિયા અનુસાર ગયા વર્ષના કરાર હેઠળ તેની પ્રતિબદ્ધતાઓનો અમલ કરી રહ્યું છે અને યુએસ વહીવટને સતત જાણ કરી રહ્યું છે. વધુમાં, બ્રસેલ્સ કરાર હેઠળ તેની પ્રતિબદ્ધતાઓ અંગે વોશિંગ્ટન પાસેથી સ્પષ્ટ્રતા માંગી રહ્યું છે. ગયા વર્ષના ઈયુ–યુએસ વેપાર કરાર હેઠળ, ઈયુ એ યુએસ ઔધોગિક ઉત્પાદનો પર ટેરિફ સ્થગિત કરવા અને કૃષિ અને ખાધ ઉત્પાદનો માટે ટેરિફ–રેટ કવોટા લાગુ કરવા સંમતિ આપી હતી. બદલામાં, યુએસે મોટાભાગના યુરોપિયન ઉત્પાદનો પર ૧૫ ટકા આયાત ડુટી લાદવાનું વચન આપ્યું હતું.ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમણે ઈયુ તરફથી કાર અને ટ્રક પર ટેરિફ વધારીને ૨૫ ટકા કર્યેા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈયુ હાલના વેપાર કરારનું પાલન કરી રહ્યું નથી. મરીન વન છોડતા પહેલા, ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ઈયુ તરફથી કાર પર ટેરિફ વધારી દીધો છે કારણ કે તેઓ અમારા વેપાર કરારનું પાલન કરી રહ્યા નથી. આનાથી યુએસમાં અબજો ડોલર આવશે અને કંપનીઓને ઝડપથી તેમનું ઉત્પાદન યુએસમાં સ્થાનાંતરિત કરવા દબાણ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application