પંજાબના સીએમ માનને ૨૯મીએ હાજર થવા અકાલ તખ્તનું ફરમાન
અમૃતસર અકાલ તખ્તના જથેદાર જ્ઞાની કુલદીપ સિંહ ગર્ગજે પંજાબના મુખ્યમંત્રી ભગવતં માનને ધાર્મિક ગેરવર્તણૂક બદલ દોષી જાહેર કર્યા. આ નિર્ણય એક કથિત વાયરલ વીડિયોના આધારે લેવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી માન પર શીખ ગુઓની છબીઓ પર દા છાંટવાનો આરોપ છે. તેમને ગુ દોખી અને ખાલસા પથં વિરોધી ગણાવતા, અકાલ તખ્તે શીખ સમુદાયને તેમની સાથે સામાજિક અને ધાર્મિક સંબંધો તોડી નાખવાની અપીલ કરી. અકાલ તખ્તે એવી પણ જાહેરાત કરી હતી કે પંજાબના તમામ શીખ ધારાસભ્યો, તેમના રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં, અને રાય મંત્રીમંડળના સભ્યોએ ૨૯ જૂને અકાલ તખ્ત સમક્ષ હાજર થવું જોઈએ. તેમના પર નવો જગત જોત ગુ ગ્રથં સાહિબ સત્કાર (સુધારો) અધિનિયમ, ૨૦૨૬ પસાર કરીને શીખ સમુદાયની લાગણીઓ અને હિતોને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.જથેદાર જ્ઞાની કુલદીપ સિંહ ગર્ગજે જણાવ્યું હતું કે બે સરકાર દ્રારા માન્યતા પ્રા ફોરેન્સિક પ્રયોગશાળાઓ દ્રારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વિડિઓ ન તો એઆઈ નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો કે ન તો તેની સાથે ચેડા કરવામાં આવ્યા હતા. તેમના મતે, બંને અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિડિઓ સંપૂર્ણપણે કુદરતી અને અસલી છે. અકાલ તખ્તે રાય સરકાર દ્રારા પસાર કરાયેલા જગત જોત ગુ ગ્રથં સાહિબ સત્કાર (સુધારો) અધિનિયમ, ૨૦૨૬ ની કેટલીક જોગવાઈઓનો પણ સખત વિરોધ કર્યેા હતો. જથેદાર ગર્ગજે અગાઉ તેને કાળો કાયદો ગણાવ્યો હતો અને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application