BREAKING NEWS

ઉદ્ધવને મોટો ફટકો, કેટલાય નેતા અને પદાધિકારી ગયા એકનાથ શિંદે જૂથમાં

  • June 16, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉદ્ધવને મોટો ફટકો, કેટલાય નેતા અને પદાધિકારી ગયા એકનાથ શિંદે જૂથમાં

મહારાષ્ટ્ર્રના નાગપુર જિલ્લામાં એકનાથ શિંદેના ઓપરેશન ટાઈગર અને ઉદ્ધવ ઠાકરેના ઓપરેશન વુલ્ફ વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરમાં ગરમાવો આવ્યો છે અને હવે શિવસેનાના ઘણા અગ્રણી નેતાઓ ઠાકરે જૂથ છોડી જતા ઉદ્ધવને મોટો ફટકો પડો છે. શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના નાગપુર શહેર પ્રમુખ નીતિન તિવારી અને અન્ય ઘણા અધિકારીઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હોવાનું જાણવા મળે છે. નીતિન તિવારી સાથે, શિવસેના શહેર સચિવ, યુવા સેના શહેર પ્રમુખ અને કામગાર સેના શહેર આયોજક સહિત ઘણા અધિકારીઓએ ઠાકરે જૂથ છોડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી આ ઓપરેશનનો જવાબ આપવાની તૈયારી કરી રહી છે.
શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે કહ્યું, ઓપરેશન ટાઈગર નિષ્ફળ ગયું છે. હવે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ઓપરેશન વુલ્ફ શ કરશે કારણ કે ઉદ્ધવ અને તેમના નેતાઓ વાઘ છે. વ વાઘનો શિકાર કરી શકતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application