મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથના દર્શને પહોંચ્યા
મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથના દર્શને પહોંચ્યા
June 16, 2026 11:22 AM
મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથના દર્શને પહોંચ્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર તેમજ અત્યતં ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા મુકેશ અંબાણીએ ઉત્તરાખંડના પ્રખ્યાત ધામ એવા બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી. તેમની યાત્રા દરમિયાન, તેમણે બંને મંદિરોમાં દેવતાઓના આશીર્વાદ માંગ્યા. તેમણે કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં ૫ કરોડનું દાન પણ આપ્યું હતું.મુકેશ અંબાણીનું હેલિકોપ્ટર સવારે લગભગ ૧૦ વાગ્યે બદ્રીનાથ હેલિપેડ પર ઉતયુ. લગભગ ૨૦ મિનિટ પછી, તેઓ ભગવાન બદ્રીવિશાલના મંદિરે પહોંચ્યા, યાં તેમણે ધાર્મિક વિધિઓ કરી. પ્રાર્થના પછી, તેમણે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને ઉપયોગી સૂચનો કર્યા હતા તેમજ જરી વિગતો મેળવી હતી.