રાજકોટમાં ડ્રગ્સ પેડલરોની નવી ચાલ પોલીસથી બચવા સગીરને બનાવો ઢાલ
રાજકોટમાં ડ્રગ્સ પેડલરોની નવી ચાલ પોલીસથી બચવા સગીરને બનાવો ઢાલ
April 09, 2026 10:46 AM
રાજકોટ : નાશાના સોદાગરો હવે પોતાના હવે પોલીસથી બચવા માટે બાળકો અને સગીરોને આ ઢાલની માફક ઉપયોગ કરી રહ્યા છે. શહેર એસઓજીની ટીમે વામ્બે આવાસમાં ૯.૫૩ લાખના ગાંજાના જથ્થા સાથે એકલી રહેતી તણીને ઝડપી લીધી હતી. જેની પુછતાછ કરતા પેડલર દંપતીએ તેને આ ગાંજો સાચવવા આપ્યાનુ સામે આવ્યું હતું. જેથી પોલીસે તપાસ હાથ ધરી આ દંપતીને સકંજામાં લઇ લીધું હતું. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્રારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કેાટીકસ પદાર્થેાનું વેચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કેાટીકસ પદાર્થેાનું ખરીદ–વેચાણ કે સેવન કરનારા શખસો વિધ્ધ કડક કાર્યવાહી કરવાની અપાયેલી સુચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ ઝાલાને કૈલાસ કેવલમ મેઇન રોડ પર આવેલ વામ્બે આવાસના કવાર્ટરમાં ગાંજાનો મોટો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે વામ્બે આવાસના કવાર્ટરમાં દરોડો પાડી એક ૧૭ વર્ષની સગીરાના કવાર્ટરમાંથી .૯.૫૩ લાખનો ૧૯.૦૬૧ કિલો ગાંજાનો જથ્થો પકડી પાડી સગીરાની અટકાયત કરી એન.ડી.પી.એસ. એકટ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી સગીરાને ચાઈલ્ડ વેલ્ફેર ઓફીસરને સોપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગાંજાના જથ્થા સાથે પકડાયેલ સગીરાને જંગ્લેશ્વરના ન્યુ સાગર નગરમાં રહેતાં સોયબ અશરફ ઉર્ફે કચુ તૈલી અને તેની પત્ની જેબાબેન સોયબ તૈલીએ ગાંજો એક દિવસ પહેલાં સાચવવા આપ્યો હતો. જેના બદલામાં સગીરાને .૫ હજાર પણ મળ્યા હતાં. હાલ પોલીસે ગાંજાનો જથ્થો લઈ આવનાર કુખ્યાત પેડલર દંપતીને પણ સકંજામાં લઈ ગાંજો કયાં સપ્લાય કરવાનો હતો, તે અંગે તપાસ હાથ ધરી છે. કુખ્યાત પેડલર દંપતીએ અગાઉ જંગલેશ્વરની કુખ્યાત પેડલર રમાના પતિ જાવિદ પાસેથી પકડાયેલ ૫૩ કિલો ગાંજો પણ તેઓએ જ સપ્લાય કર્યેા હતો. તે ગુનામાં તેમનું નામ પણ ખુલ્યું હતું