BREAKING NEWS

ઘરેલુ ગેસમાં ૪૦–૫૦, પેટ્રોલ–ડીઝલમાં રૂા.૪–૫ વધી શકે

  • May 02, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી દિલ્હી : કોમર્શીયલ ગેસના ભાવમાં કમરતોડ વધારો ઝીકયાના બીજા જ દિવસે સરકારે મધ્યમવર્ગની કમર તૂટી જાય તેવો આક્રો ડામ દીધો છે અને આગામી ટુંક સમયમાં જ ઘરેલું ગેસના બાટલામાં  ૪૦ થી ૫૦ તેમજ પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે  ૪થી ૫નો વધારો કરવાનો નિર્દેશ આપ્યો છે. ચુંટણી પૂર્ણ થતા જ સરકારે મોંઘવારીના એક પછી એક બોમ્બ ફોડવાનું શ કયુ છે જે સામાન્ય પ્રજાનું જીવન વધુ દુષ્કર બનાવશે. વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવમાં વધઘટની ઘરેલુ સીધી અસર સ્થાનિક ઈંધણના ભાવ પર પડે છે. સરકારી સૂત્રો કહે છે કે ખર્ચ અને વેચાણ વચ્ચે વધતા અંતરને દૂર કરવા માટે આ નિર્ણય જરી બની રહ્યો છે. જો કે પેટ્રોલિયમ મંત્રાલયની અંતિમ મંજૂરી હજુ બાકી છે, જો કે એવી ચર્ચા છે કે આ નિર્ણય ગમે ત્યારે લાગુ થઈ શકે છે. સરકાર તરફથી એવા સંકેતો આવી રહ્યા છે જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. જાણવા મળ્યું છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ટૂંક સમયમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. હજુ તો ગઈ કાલે ૧ મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરમાં આશરે ૧,૦૦૦ પિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ પ્રતિ સિલિન્ડર ૪૦ થી ૫૦ પિયા વધી શકે છે. સિલિન્ડર, જે પહેલાથી જ તમારા રસોડાના બજેટ પર બોજ નાખે છે, તે હવે વધુ મોંઘા થવાની આરે છે. મહત્વની વાત એ છે કે આગામી ૫ થી ૭ દિવસમાં સિલિન્ડરના ભાવમાં વધારો લાગુ કરવામાં આવશે. મે મહિનો શ થતા જ મોંઘવારીના મોરચે જનતાને એક પછી એક આંચકા આપી રહ્યો છે. તેની શઆત ૧ મેના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી થઈ હતી. હવે,સૂત્રોમાંથી આવી રહેલા સમાચાર સામાન્ય માણસની ઐંઘ ઉડાડવા માટે પૂરતા છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૪ થી ૫ પિયાનો વધારો થઈ શકે છે કારણ કે તેલ કંપનીઓ નુકસાન કરી રહી છે. આથી સરકાર ઈંધણના ભાવમાં સુધારો કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જો આવું થશે તો તેની સીધી અસર માલસામાનની હેરફેર અને મુસાફરી ખર્ચ પર પડશે. આનો અર્થ એ છે કે માત્ર તેલ જ નહીં, શાકભાજીથી લઈને દૂધ સુધી બધું મોંઘું થશે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application