BREAKING NEWS

કાલથી સરકારી કચેરીઓમાં એક સપ્તાહના દિવાળીના મિનિ વેકેશનનો થશે પ્રારંભ

  • October 18, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણ બાદ આજે સરકારી કચેરીમાં દિવાળી વેકેશન પહેલાનો અંતિમ દિવસે કેટલાક અધિકારીઓને ફાઈલો કલીયર કરાવવાની ઉતાવળ જ્યારે કેટલાક કિસ્સામાં સમય સંજોગો મુજબ દિવાળી બાદ નવી શરૂઆત કરવાના આયોજન અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. તો રાજ્ય મંત્રીમંડળના નવા મંત્રી હોય તેમની કચેરીનો પદભાર સંભાળ્યા પછી વિભાગના વડાઓ અને અધિકારીઓની શુભેચ્છા મુલાકાત નો દોર સમગ્ર દિવસ દરમિયાન ચાલ્યો હતો.
મંત્રીમંડળના વિસ્તરણની સીધી અસર ગાંધીનગર સ્થિત સચિવાલયને પ્રથમ થાય છે છેલ્લા એક સપ્તાહથી ઉચાટ ના વાતાવરણ વચ્ચે કામ કરી રહેલા અધિકારીઓ એ ગઈકાલે રાહતનો શ્વાસ લીધો તો હવે આગામી સપ્તાહે શરૂ થતા દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલ વચ્ચે અધિકારીઓના મન સતત ઉચાટ અનુભવશે.
સરકારમાં કોઈપણ વિભાગના મંત્રીઓ બદલાય તો તેની સીધી અસર સચિવાલયમાં થાય છે કારણ કે તે સત્તાનું કેન્દ્રસ્થાન છે અને તેનો પ્રભાવ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવે છે. મંત્રીમંડળના ફેરફારની આ સપ્તાહમાં જાહેરાત બાદ ઉચ્ચ અધિકારીઓ જૂની ફાઈલોનો ઝડપથી નિકાલ કરાવવામાં જોર લગાવાયું હતું. પોતાની ટીમને કામે લગાડી દીધી હતી અને પોતાના વિભાગના મંત્રી યથાવત રહેશે કે અન્ય કોઈ આવશે. તેને ધ્યાનમાં રાખીને કામગીરી શરૂ કરી હતી.
આવું થવા પાછળનું કારણ એ છે કે સત્તા બદલાવાના કારણે જૂના મંત્રીએ લીધેલા નિર્ણયોની ભલામણો અનુગામી મંત્રી કઈ રીતે મુલવશે તે નક્કી કરવું ખૂબ અઘરું હોય છે.
મંત્રી બદલાતાની સાથે વિભાગની નીતિ રીતિમાં ફેરફાર આવતો હોવાની બાબત સચિવાલયના અધિકારીઓ સારી રીતે વાકેફ હોય છે સહેજ પણ કાચુ કપાય નહીં તે માટે અગાઉ લેવાયેલા નિર્ણયો પર કામગીરી શરૂ થઈ ગઈ હોય તેવા કિસ્સામાં ક્યાંય અડચણ ન આવે તે રીતે ફાઈલોનો ફટાફટ નિકાલ કરવામાં આવ્યો હતો પોતાની ટીમ સાથે રાત ઉજાગરા કયર્િ પછી હવે ફાઈલો પર નિર્ણય લેવાયા પછી કામગીરી શરૂ ન થઈ હોય તેવા કિસ્સામાં ઊંચ અધિકારીઓએ રાહ જોવાનું મુનાસીબ માન્યું છે.
આવતીકાલથી સરકારની તમામ કચેરીઓમાં મીની વેકેશનનો માહોલ સર્જાશે પરિણામે આજે અંતિમ દિવસે અધિકારીઓ મોટી દોડધામમાં પડી ચૂક્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application