BREAKING NEWS

હોર્મુઝમાં ડિજિટલ યુદ્ધ: ઈરાનની ઈન્ટરનેટ કેબલ ઉપર પણ ટેરિફ લગાવવાની તૈયારી

  • May 19, 2026 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેટ્રોલ અને ડીઝલ પછી, ઇન્ટરનેટ, વોટસએપ ચેટસ, એમેઝોન ડિલિવરી અને સ્ટ્રીમિંગ હવે જોખમમાં છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ઈંધણના ભાવમાં વધારો થયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્રારા તેલ પાઇપલાઇન્સની અકસેસ મેળવ્યા પછી, ઈરાન હવે બીજા મહત્વપૂર્ણ વૈશ્વિક નેટવર્કને નિશાન બનાવી શકે છે. ઈરાનનું લય અંડરસી ઇન્ટરનેટ કેબલ છે જે ઇન્સ્ટાગ્રામ રીલ્સ, વોટસએપ ચેટસ, ગૂગલ સર્ચ, એમેઝોન ડિલિવરી અને નેટિલકસ સ્ટ્રીમ્સથી લઈને દરેક વસ્તુને પાવર આપે છે. સીએનએન અને ઈરાની રાય મીડિયાના અહેવાલો અનુસાર, તેહરાન હોર્મુઝ સ્ટ્રેટ હેઠળ પસાર થતા અંડરસી કેબલ પર ફી લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ વૈશ્વિક ટેકનોલોજીને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.ઈરાની લશ્કરી પ્રવકતા ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ એકસ પર લખ્યું હતું કે તેઓ ઇન્ટરનેટ કેબલ પર ફી લાદશે. આ પછી, ઈરાનના રિવોલ્યુશનરી ગાડર્સ સાથે સંકળાયેલા રાય મીડિયાએ અહેવાલ આપ્યો કે અંડરસી કેબલના સંચાલકોએ ઈરાની કાયદાઓનું પાલન કરવું પડશે અને લાઇસન્સિંગ ફી ચૂકવવી પડશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કેબલનું સમારકામ અને જાળવણી ફકત ઈરાની કંપનીઓ સુધી મર્યાદિત હોઈ શકે છે.
આનાથી ગૂગલ, માઈક્રોસોટ, મેટા અને એમેઝોન જેવી મોટી કંપનીઓ પર અસર પડી શકે છે, જેમની સેવાઓ સમુદ્રની અંદરના કેબલ નેટવર્ક પર ખૂબ આધાર રાખે છે. હોર્મુઝ સ્ટ્રેટને વિશ્વભરમાં તેલ પરિવહન માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગેામાંથી એક તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે યુરોપ, એશિયા અને મધ્ય પૂર્વને જોડતો એક મુખ્ય ડિજિટલ કોરિડોર પણ છે.
ઈરાનના રાય મીડિયા અને તસ્નીમ ન્યૂઝ એજન્સીએ આ કેબલ્સની નબળાઈ અંગે અહેવાલ આપ્યો હતો. એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે અનેક મુખ્ય કેબલ્સને એકસાથે નુકસાન થવાથી વ્યાપક ઇન્ટરનેટ આઉટેજ થઈ શકે છે. ટેલિજીયોગ્રાફીના સંશોધન નિર્દેશક એલન મૌલ્ડિનના જણાવ્યા અનુસાર, મોટાભાગના આંતરરાષ્ટ્ર્રીય કેબલ ઓપરેટરોએ ઐતિહાસિક રીતે સુરક્ષા ચિંતાઓને કારણે ઈરાની પાણીને ટાળ્યું છે અને તેના બદલે સ્ટ્રેટના ઓમાન બાજુથી કેબલને ટ કર્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application