BREAKING NEWS

બર્ફીલા પવનથી જામનગરમાં મોસમનો ઠંડો દિવસ છતા, તાપમાન ૧૨ ડિગ્રી

  • January 24, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર સમગ્ર હાલારમાં ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે લોકોેને બપોરે ગરમ કપડા પહેરવા પડયા હતા. આજે સવારે મોસમનો ઠંડો દિવસ હોય તેવું વાતાવરણ જોવા મળ્યુ છે દેખો ત્યાં ઠાર જેવી પરીસ્થિતિં દેખાય છે બર્ફીલા પવનને કારણે હાલારના જનજીવન પર ભારે અસર થઇ છે હજુ પણ બે દિવસ ઠંડીનો માહોલ રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે કલેકટર કચેરીના કંટ્રોલ ‚મમાં જણાવયા મુજબ લઘુતમ તાપમન ૧૨ ડીગ્રી દર્શાવાયુ છે તે લોકોને ગળે ઉતરતુ નથી ત્યારે જામનગરમાં જનજીવન ખોરવાયુ છે.


વેલમાર્ક લો પ્રશરને કારણે ઠંડી વધી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડો પવન ફૂકાઇ રહયો છે અને હજુ બે દિવસ સુધી ગુજરાતમાં હીક વર્ષાને પગલે વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર ઠંડીની અસર થઇ છે ગઇકાલે જામનગરમાં પણ બપોર બાદ ઠંડો પવન ફંકાયો હતો હારાના ગામડાઓમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિં સર્જાઇ છે ગામડામાંથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે એટલુ જ નહી વહેલી સવારથી ૧૦ વાગ્યા સુધી એસટી અને ખાનગી વાહનોમાં મુસાફરોની સંખ્યા ખુબ જ ઘટી છે જો કે મોડીમોડી પણ કરાતીલ ઠંડીને કારણે રવીપાકને સારો એવો ફાયદો થવાની શકયતા છે કપાસ, મગફળી, ચણા, જી‚ અને અન્ય પાકને ઠંડીથી ફાયદો થશે.



ગઇકાલે સાંજે જામનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લઘુપમ તાપમાન ૭ થી ૮ ડીગ્રી હોય તેવુ વાતાવરણ સર્જાયુ હતુ ઠૅડીના કારણે લોકોને ગરમ કપડાનો સહારો લીધો હતો અને ચા, કોફી, કાવો, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ પણ વધેી ગયુ હતુ તળાવની પાળ, ડીકેવી કોલેજ અને જામનગરના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીના કારણે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી જામનગરના જનજીવનને પણ ભારે અસર થઇ છે અને લોકો આજે પણ ગરમ કપડામાં વીંટળાઇ ગયા છે. શહેરમાં ગરમ કપડાનું વેંચાણ પણ વઘ્યુ છે લગભગ ૧૦ દિવસથી કાતીલ ઠંડી પડી રહી છે અને લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે.


ગામડાની વાત લઇએ તો ગામડામાં પણ ઠંડીનો ભારે માહોલ જોષવરા મળ્યો છે ત્યારે પશુ પંખીને પણ ઠંડીની ભારે અસર થઇ છે કાતીલ ઠંડીને કારણે તાવ, શરદી, ઉધરસના કેસોમાં ભારે વધારો થયો છે તેમજ સીએચસીપીએચસી કેન્દ્રોમાં ઓપીડીમાં દર્દીની સંખ્યા ખુબ જ વધી ગઇ છે કાલાવડ, ધ્રોલ, જોડીયા, ભાણવડ,લાલપુર, કલ્યાણપુર, ખંભાળીયા, ફલ્લા સહિતના ગામોમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળે છે ટુંકમાં ઠંડીના કારણે હાલારનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application