BREAKING NEWS

ગાંધીનગર કલેક્ટર કચેરીનો નાયબ મામલતદાર ₹4.50 લાખની લાંચ લેતા ઝડપાયો: પ્રોપર્ટી કાર્ડના અભિપ્રાય માટે માંગી હતી ₹9.50 લાખની લાંચ

  • April 17, 2026 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ લાલિયાવાડી ચલાવતા ભ્રષ્ટ અધિકારીઓ પર લાલ આંખ કરી છે. ગાંધીનગર કલેક્ટર કચેરીની જમીન ફાળવણી શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને એક નિવૃત્ત પટાવાળાને ₹૪,૫૦,૦૦૦ની લાંચ લેતા ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે જ ઝડપી પાડવામાં આવ્યા છે.


કોણ છે લાંચિયા આરોપીઓ?
૧. બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર: નાયબ મામલતદાર (વર્ગ-૩), જમીન ફાળવણી શાખા, કલેક્ટર કચેરી, ગાંધીનગર.

૨. દિનેશ બુધાલાલ વાળંદ: નિવૃત્ત પટાવાળા (જે નાયબ મામલતદાર વતી વચેટીયા તરીકે કામ કરતો હતો).


આ કેસની વિગત મુજબ એક જાગૃત નાગરિકે તેના સાહેદના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીની જમીન ફાળવણી કચેરીમાં અરજી કરી હતી. આ કામ માટે નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમારે પ્રોપર્ટી કાર્ડ અંગે પોઝિટિવ અભિપ્રાય આપવા અને કાગળોમાં કોઈ ક્ષતિ ન કાઢવા બદલ નિવૃત્ત પટાવાળા દિનેશ વાળંદ મારફતે ₹૯,૫૦,૦૦૦ ની લાંચ માંગી હતી. સોદાબાજીના અંતે લાંચના પ્રથમ હપ્તા તરીકે ₹૪,૫૦,૦૦૦ આજે આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.


એ.સી.બી.નું સફળ ઓપરેશન
ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમે આજે તા. ૧૭/૦૪/૨૦૨૬ ના રોજ ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે રોડ ઉપર જાળ બિછાવી હતી. ફરિયાદીની ગાડીમાં જ્યારે લાંચની રકમનો વ્યવહાર થઈ રહ્યો હતો ત્યારે એ.સી.બી.એ ત્રાટકીને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા. એ.સી.બી.એ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ ₹૪,૫૦,૦૦૦ રિકવર કરી છે. બંને આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરી ગુનો કર્યાનું સાબિત થતા તેમની અટકાયત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News