જામખંભાળિયાની ૧૦૮ ટીમ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડેમોસ્ટ્રેશન

  • June 02, 2023 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા લોકેશનની ૧૦૮ ઇમરજન્સી ટીમ દ્વારા અહીં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય કાર્યાલય ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને ૧૦૮ ઇમરજન્સી વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવી, આપાતકાલીન પરિસ્થિતિમાં ૧૦૮નો ઉપયોગ, ૧૦૮ ઈમરજન્સીમાં રહેલી તમામ ઉપયોગી એવી સાધન સામગ્રી વિશે ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ ડેમોસ્ટ્રેશનના આયોજનમાં ૧૦૮ ખંભાળિયાના ઈ.એમ.ટી. જુનેદભાઈ અને ૧૦૮ ઈમરજન્સીના પાઈલોટ મનોજભાઈ દ્વારા ડેમોસ્ટ્રેશન કરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને ૧૦૮ની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application