BREAKING NEWS

આજી ચોકડી, કોઠારીયામાં ડિમોલિશન: ૨૧.૧૧ કરોડની જમીન ખુલ્લી

  • May 08, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર આર.ડી.પરમારના નિર્દેશન હેઠળ ગઇકાલે પૂર્વ ઝોન હેઠળના વોર્ડ નં.૧૫માં આજીડેમ ચોકડી પાસે આવેલ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પ્લોટમાં તથા વોર્ડ નં.૧૮ કોઠારીયામાં સીતારામ સોસાયટીના રોડ પર થયેલ અન–અધિકૃત બાંધકામ દુર કરવા માટે ટાઉન પ્લાનીંગ સ્ટાફ દ્રારા ડિમોલિશન કરાયું હતું જેમાં કુલ નવ દબાણો દૂર કરી .૨૧.૧૧ કરોડની જમીન ખુલી કરાઇ હતી. વિશેષમાં ટીપી બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાં મુજબ, વોર્ડ નં.૧૫માં આજીડેમ ચોકડી પાસે આવેલ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પ્લોટમાંથી ત્રણ ઓરડીનું દબાણ દુર કરી ૩૫૧૮.૬૭ ચોરસ મીટર જમીન દબાણ મુકત કરી .૨૧ કરોડ ૧૧ લાખ ૨૦ હજાર ૨૦૦ની કિંમતની જમીન ખુલી કરાવાઇ હતી.
આ ઉપરાંત વોર્ડ નં.૧૮ કોઠારીયામાં સીતારામ સોસાયટીના કુલ છ રોડમાં થાંભલાથી આડસ કરી દબાણ કરવા પ્રયાસ કરાયો હતો જે આડસનું દબાણ પણ દૂર કરાયું હતું.
ઉપરોકત ડિમોલિશનમાં ટાઉન પ્લાનીંગ શાખા પુર્વ ઝોનના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application