BREAKING NEWS

વાંસજાળિયા રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્ર્ર એકસપ્રેસનો સ્ટોપ સમય વધારવા માંગ

  • May 22, 2026 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંસજાળિયાથી પસાર થતી પોરબંદર–દાદર અપ અને દાદર–પોરબંદર ડાઉન સૌરાષ્ટ્ર્ર એકસપ્રેસ ટ્રેનને વાંસજાળિયા સ્ટેશને માત્ર એક મિનિટનો જ સ્ટોપ આપ્યો હોવાથી મુસાફરોને મુશ્કેલી પડે છે. વાંસજાળિયા જંકશન હોવાથી આસપાસના તરસાઈ, સતાપર, કાટકોલા, જામજોધપુર સહિત અનેક ગામના મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરે છે અને સામાન અને નાના બાળકો સાથે આ ટ્રેનમાં ચઢવા ઉતરવામાં એક મિનિટનો સમય ઓછો પડે છે, વળી ઘણીવાર પ્લેટફોર્મ પર કોઈ કોચ આગળ પાછળ રહે તો ત્યાં સુધી પહોંચવામાં પણ સમય જાય જેથી લોકોને ભારે મુશ્કેલી પડે છે. હોલ્ટનો આ સમય વધારીને બે મિનિટનો કરવામાં આવે તે જરી છે.આ ઉપરાંત જે સાાહિક ટ્રેનો અહીંથી પસાર થાય છે, તેમાંથી મોટાભાગની ટ્રેનોને વાંસજાળિયા જંકશને સ્ટોપ આપેલ નથી અને જોવાની ખૂબી એ છે કે વાંસજાળિયા રેલવે સ્ટેશન વળાંક પર આવેલું હોવાથી અહીંથી થ્રુ પાસ થતી ટ્રેનની ઝડપ સાવ ધીમી રાખવામાં આવે છે તો પછી સ્ટોપ આપવામાં વધારે કોઈ સમય જોઈએ તેમ નથી માટે જે સાાહિક અને અર્ધ સાાહિક ટ્રેઇનોનો સ્ટોપ નથી તેવી ટ્રેઇનોનો સ્ટોપ આપવામાં આવે તો આ વિસ્તારની મુસાફર જનતાની ઘણી સગવડ વધે તેમ છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application