BREAKING NEWS

વેરાવળ નમસ્તે સર્કલથી છેક સોમનાથ શંખ સર્કલ સુધી માર્ગ ઉપર ખાડા બુરવા માંગણી

  • June 16, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ  શંખ સર્કલથી ભાલકા તીર્થ થઈ સિટીમાં ટાવર ચોક થઈ નમસ્તે સર્કલ સુધી ઠેર ઠેર ગાબડા ખાડા બુરવા મીનાબા આર. જાદવે માંગ ઉઠાવી છે. વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા તત્રં દ્રારા રોડ રસ્તાના કામમાં ઢીલી નીતિ અપનાવી રહ્યા છે ત્યારે લોકહિત સેવા માટે સદા તત્પર રહેતા મીનાબા આર. જાદવ દ્રારા સોમનાથ શખં સર્કલ થઈ સિટીમાં વેરાવળ ટાવર ચોક થઈ એસ. ટી બસ સ્ટેશન રેયોન સાઈબાબા મંદિર સ્વામી નારાયણ મંદિર પાસે તેમજ નમસ્તે સર્કલ સુધી ઠેર ઠેર મસમોટા ખાડા પડા છે જે દરરોજ હજારો સિનિયર સિટીઝન વડીલો માટે ખૂબ જોખમી સાબિત થઈ રહ્યા છે ટુ વ્હીલર પર અવર વર કરી રહ્યા હોય તો અનેક લોકો પડે છે ખાડામાં વાહનો માંથી નીચે પડી જાય છે તો વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા તત્રં દ્રારા પ્રમુખ અને ચીફ ઓફિસરની કામગીરી માટે યોગ્ય નવા રોડ રસ્તા બનતા વર્ષ પણ થાય અને બે વર્ષ પણ વિતાવે તો આ રોડ રસ્તાની હાલ નગરપાલિકા તત્રં દ્રારા ખાડા  રીપેરીંગ જરૂરી બની ગયા છે ત્યારે લોકહિત સેવા માટે તત્પર રહેતા નારી રક્ષા સેના ગુજરાત પ્રદેશ મહામંત્રી મીનાબા આર જાદવ દ્રારા હાલ નગરપાલિકા તંત્રને પત્ર લખીને તાત્કાલિક સુરક્ષા માટે ખાડા બુરવાની રજુઆત જીલ્લા કલેકટર સહિત ડેપ્યુટી કલેકટર નગર પાલિકા પ્રમુખ સહિતને કરી હોવાનું યોગેશભાઈ સતીકુંવર દ્રારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application