સોમનાથ અધિક માસના અંતિમ દિવસે ભાવિકોની ભકિતનો સમુદ્ર છલકાયો
સોમનાથ અધિક માસના અંતિમ દિવસે ભાવિકોની ભકિતનો સમુદ્ર છલકાયો
June 16, 2026 10:01 AM
સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ, કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે. ત્યારે આ વર્ષે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં પ્રથમ યોતિલિગ શ્રી સોમનાથ મહાદેવના શિવ દરબારમાં આસ્થાનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે અને ભકતોનો સમુદ્ર હિલોળે ચડો છે. જેમાં અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિ દિન ૧ લાખ થી વધું ભકતો દર્શન પામી રહ્યા છે. માસિક શિવરાત્રિના પાવન પર્વે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. માસિક શિવરાત્રિ નિમિત્તે યોજાયેલ યોત પૂજન, મધ્ય રાત્રિની મહાપૂજા અને મહા આરતીના અલૌકિક દર્શન માટે હજારો ભકતોથી મંદિર પરિસર તરબોળ થયું હતું. સમગ્ર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠું હતું અને મધ્ય રાત્રિ સુધી ભકતોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો