કેશોદમાં ખોટું સોગંદનામું રજૂ કરી જમીનનું વીજ કનેકશન રદ કરાવ્યું
કેશોદમાં ખોટું સોગંદનામું રજૂ કરી જમીનનું વીજ કનેકશન રદ કરાવ્યું
June 16, 2026 10:02 AM
કેશોદમાં ખોટું સોગંદનામું રજૂ કરી જમીનનું વીજ કનેકશન રદ કરાવ્યું
રાજકોટમાં રહેતા યુવકની કેશોદ તાલુકાના રાણીગપરા ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે. પ્રશાંત પટેલ નામના યુવકે જીઇબીમાં ખોટુ સોગંદનામુ રજૂ કરી વીજ કનેકશન રદ કરાવ્યું હતું. ત્યારબાદ પીજીવીસીએલમાં તપાસ કરતા ગુનો છુપાવવા તેજ વ્યકિતએ ખાનગી કંપનીના લેટરપેડ પર કોટેશન મેળવી નાણા ભરી કનેકશન પરત અપાવ્યું હતું. યુવકે ફરીથી વીજ કનેકશન મેળવવા કરેલ અરજી બાદ સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. જેથી ખોટું સોગંદનામુ રજૂ કરી વીજ કનેકશન રદ કરાવ્યા અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ વિગત મુજબ અરશીભાઈ ભુરાભાઈ મોડેદરા રહે .(રાજકોટ આજીડેમ ચોકડી અનમોલ શેરી પાર્ક નંબર ત્રણ) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કેશોદ તાલુકાના રાણીગપરા ગામની સીમમાં અરશીભાઈની ૧૦ વિઘાની ખેતીની જમીન આવેલી છે. તા૧૪ ડિસેમ્બર ૨૦૨૫ ના અરશીભાઈ ની વાડીનું વીજ કનેકશન રદ કરાયું હતું. ત્યારબાદ કેશોદ પીજીવીસીએલ કચેરીએ તપાસ કરતા પ્રશાંત પટેલ નામના યુવકે સ્ટેમ્પ પેપરમાં વીજ કનેકશન રદ કરવા માટે સોગંદનામુ રજૂ કયુ હતું. માલિકની જાણ વગર જ સોગંદનામુ રજૂ કરી વીજ કનેકશન રદ કર્યાના બનાવ બાદ ખેતીની સીઝન હોવાથી પાણીની જરિયાત હોય જેથી પરત વીજ કનેકશન આપવા સોગંદનામુ રજૂ કયુ હતું. ત્યારબાદ કયા આધારે વીજ કનેકશન પરત અપાયું તે અંગે કાગડો મેળવતા દ્રારિકા રીન્યુબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેકટરના લેટરના આધારે વીજ કનેકશન અપાયું હોવાનું તપાસમાં ખુલ્યું હતું અને જે કનેકશન મેળવ્યું તેના કંપની દ્રારા રૂ.૪૪૫૯૭ ભરપાઈ કર્યા અંગે પણ વિગતો પ્રકાશમાં આવી હતી.સમગ્ર બનાવમાં પીજીવીસીએલના કર્મચારીઓની સંડોવણી પણ ખૂલે તેવી શકયતા નકારી શકાતી નથી. અરશીભાઈએ સમગ્ર વિગતોના કાગળ પુરાવા મેળવી જીઇબીમાં રજૂ કર્યા હતા. તેમજ ખોટું સોગંદનામુ રજૂ કરી વીજ કનેકશન રદ કરાવનાર પ્રશાંત પટેલ વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત ફરીથી વીજ જોડાણ કરવા કોઈપણ પ્રકારની લેટર કે રકમ ભરવામાં આવેલ ન હોવાનું પોલીસમાં જાહેર કયુ છે. વીજ કનેકશન રદ કરવા અને ફરીથી જોડાણ આપવા મામલે અરશીભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે