BREAKING NEWS

દીપિકા પાદુકોણનો પ્રેન્સી ગ્લો દેખાયો, કિલર સ્મિત પર ફેન્સ ફિદા

  • June 25, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાના જીવનના ખૂબ જ સુંદર તબક્કાનો આનદં માણી રહી છે. તાજેતરમાં જ દીપિકાએ પોતાની બીજી પ્રેેન્સીની જાહેરાત કરીને ફેન્સને એક મોટી ખુશખબર આપી છે. આ જાહેરાત બાદ ફેન્સ તેમને બીજી વખત માતા બનતા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ બધા વચ્ચે દીપિકા પાદુકોણનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેનો પ્રેેનસી ગ્લો સ્પષ્ટ્રપણે જોવા મળી રહ્યો છે.
હાલમાં જ મુંબઈમાં એક બિલ્ડિંગની બહાર દીપિકા પાદુકોણને સ્પોટ કરવામાં આવી હતી. દીપિકા જેવી બહાર નીકળી કે તુરતં જ ત્યાં હાજર ફોટોગ્રાફર્સ  તેની કાળજી લેતા જોવા મળ્યા હતા. દીપિકાને કોઈ તકલીફ ન પડે તે માટે કેમેરામેન પોતે તેને ખૂબ જ આરામથી અને ધીમે–ધીમે ચાલવાની વિનંતી કરી રહ્યા હતા. પેપરાજીની આ ચિંતા અને પ્રેમ જોઈને દીપિકાના ચહેરા પર એક ખૂબ જ સુંદર અને શરમાળ સ્મિત આવી ગયું હતું. સોશિયલ મીડિયા પર પેપરાજી સાથેની તેની આ પ્યારી વાતચીત લોકોના દિલ જીતી રહી છે.
આ દરમિયાન દીપિકા ખૂબ જ સાધારણ છતાં ગ્રેસફુલ લુકમાં જોવા મળી હતી. તેણે લીલા રંગનો લોરલ કુર્તેા પહેર્યેા હતો અને ત્યાં હાજર એક ચાહકની વિનંતી પર તેની સાથે પ્રેમથી તસવીર પણ ખેંચાવી હતી. દીપિકા અને રણવીરે ૧૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ એક ખાસ અંદાજમાં પોતાની બીજી પ્રેેનસીની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર તેમની નાની દીકરી દુઆની એક ઝલક શેર કરી હતી, જેના હાથમાં બે ગુલાબી લાઈનોવાળી પ્રેેનસી ટેસ્ટ કીટ જોવા મળતી હતી. એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ પોતાની પહેલી પ્રેેનસીના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિના તેના માટે પડકારજનક રહ્યા હતા. સાથે જ દીકરીનું નામ 'દુઆ' રાખવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે તેઓ ઉતાવળ કરવા નહોતા માંગતા અને બાળકીના જન્મ પછી આ નામ તેમને તેમની લાગણીની સૌથી નજીક લાગ્યું હતું.
વર્ક ફ્રનટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ આગામી સમયમાં ઘણા મોટા પ્રોજેકટસમાં જોવા મળવાની છે. તે ટૂંક સમયમાં જ શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'કિંગ' માં નજરે પડશે. આ સિવાય તે જાણીતા ડાયરેકટર એટલીની આગામી ફિલ્મ 'રાકા' માં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. દીપિકાના આ નવા વીડિયોને જોઈને ફેન્સ તેના લુક અને સ્મિતના જોરદાર વખાણ કરી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News