રાજકોટમાં હિટ સ્ટ્રોકથી મોતઃ મેટોડામાં શ્રમિક યુવકનું બેભાન હાલતમાં મૃત્યુ
રાજકોટમાં હિટ સ્ટ્રોકથી મોતઃ મેટોડામાં શ્રમિક યુવકનું બેભાન હાલતમાં મૃત્યુ
May 01, 2026 11:08 PM
રાજ્યમાં આકરા તાપ અને આગ ઝરતી ગરમી વચ્ચે રાજકોટ સૌથી વધુ હિટ સીટી બન્યું છે. ૪૪ ડિગ્રીથી વધુના હાઈએસ્ટ તાપમાન દરમિયાન બપોરના સમયે લૂ લાગવાવી લોકો બેભાન થઈ રહ્યા હોવાના બનાવો પણ બની રહ્યા છે. આ વચ્ચે મેટોડામાં હિટ સ્ટ્રોકથી શ્રમિક યુવકનું મોત નિપજતા રાજકોટમાં હિટ સ્ટ્રોકથી મૃત્યુનો બનાવ નોંધાયો છે. મેટોડામાં રહેતો પુવક આકરા તાપ વચ્ચે કારખાનેથી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં જ બેભાન થઈ જતા સારવારમાં ખસેડાયો હતો પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મેટોડા ગેઈટ નંબર-૩માં રહેતા શૈલેષભાઈ આંબાભાઈ બારીયા (ઉ.વ.૪૦)ના યુવક ગત બપોરે સાડા ત્રણ વાગ્યાના આકરા તાપ વચ્ચે કારખાનથી મોટરસાઇકલ લઈને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં ચક્કર આવતા સમય સુચકતા જાળવી બાઈક ઉભું રાખી દીધું હતું અને ત્યાંજ બેસી જતા બેભાન વઈ કળી પડયા હતા. ત્યાં પસાર થતા રાહદારીઓ દોડી ગયા હતા અને કોઈએ ૧૦૮ને જાણ કરતા યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર કારગત નીવડે પૂર્વે મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક મૂળ પંચમહાલ જિલ્લાના વતની હતા અને મેટોડામાં કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોતે બે ભાઈ એક બહેનમાં નાના હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. કારખાને હતા ત્યારે તબિયત બરાબર ન લાગતા ઘરે જવા નીકળ્યા હતા દરમિયાન રસ્તામાં લઉં લાગવાથી બેભાન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું. છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો