BREAKING NEWS

સોમનાથ દરિયાકિનારેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો: પોલીસ દ્વારા તપાસ

  • July 11, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમનાથ દરિયાકિનારેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો: પોલીસ દ્વારા તપાસ

પ્રભાસ પાટણ ખાતે સોમનાથ ચોપાટી અને ત્રિવેણી સંગમ વચ્ચેના દરિયાકાંઠેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પ્રભાસ પાટણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડો હતો. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. યુવકનું મૃત્યુ દરિયામાં ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણસર, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ્ર થશે. પોલીસે આસપાસના સીસીટીવી ફટેજ અને ગુમ થયેલા લોકોની ફરિયાદોના આધારે વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News