BREAKING NEWS

અટલ સરોવર પાસે ગોકુલ પાર્ટી પ્લોટમાં રાત્રે લાઉડ સ્પીકર વગાડતા ગુનો નોંધાયો

  • November 25, 2025 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર અટલ સરોવર સામે ગોકુલ પાર્ટી પ્લોટમાં મોડી રાત્રે ઉંચા અવાજે ડી.જે વગાડી પોલીસ કમિશ્નરના જાહેરનામાનું ઉલ્લંઘન કરતા ડી.જે. સંચાલક વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસે નોંધ્યો હતો. પોલીસે સ્પીકર અને એમ્પ્લીફાયર સહિત રૂ. 75 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સીટી પોલીસ મથકના એએસઆઈ વિરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોબાઈલ વેનમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પીએસઆઈ એમ.આઇ. બેલીમે ટેલીફોનીક જાણ કરેલ કે, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ અટલ સરોવર સામે આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે માઇક(સ્પીકર ચાલુ છે. જે બાબતે જાણ કરાતા મોબાઈલ વેન લઈને રાત્રીના સવા બાર વાગ્યે ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે પહોંચતા અહીં લગ્ન પ્રસંગનું આયોજન હોય જેમાં તીવ્ર ધ્વનીવાળા સ્પીકર ચાલુ હોય જેથી ત્રણ સ્પીકર તથા એક એમ્પ્લીફાયર કબ્જે કરી સાઉન્ડ માલિક ભાવેશભાઈ વાલાભાઈ મકવાણાને પોલીસ મથકે લઇ જવાયો હતો.


પોલીસ કમિશ્નર દ્વારા શહેરી વિસ્તારમાં રાત્રીના દસ વાગ્યાથી સવારના છ સુધીમાં ડી.જે. સાઉન્ડ વગાડવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય અને તે બાબતથી વાકેફ હોવા છતાં મોટા અવાજે ડી.જે વગાડનાર ભાવેશ વાલાભાઈ મકવાણા(ઉવ 32 રહે. પંચાસર ચોક, આરાધના ટાવર પાસે, મોરબી) વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ સ્પીકર અને એક એમ્પ્લીફાયર જેની કિંમત રૂ. 75 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application