જંગલેશ્વરમાં યુવતીએ મંગેતર સાથે સજોડે ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે યુગલના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. યુવક યુવતી વચ્ચે ઝઘડાઓ થતા હોય દરમિયાન આવેશમાં આવી આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
પ્રાપ્ત વિગતો મુજબ, જંગલેશ્વર રાધાકૃષ્ણ શેરી નં. 4 માં રહેતી કાજલ પ્રકાશભાઈ સરવૈયાને ચુનારાવાડ ચોક પાસે રહેતા ચેતન રાજુભાઈ રાફુચા (ઉ.વ. 21) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેના પરિવારોએ આ સંબંધને સ્વીકારી પાંચ માસ પૂર્વે જ સગાઈ નક્કી કરી હતી. કાજલના પિતા હયાત નથી અને તેની માતા લક્ષ્મીબેન કેટરર્સમાં કામ કરી ગુજરાન ચલાવે છે.
રવિવારે કાજલ તેની માતા સાથે વાંકાનેરના તિથવા ગામે કૌટુંબિક મામાના ઘરે ગઈ હતી. જોકે રાત્રે તે કોઈને કહ્યા વગર ત્યાંથી નાસી છૂટી હતી અને રાજકોટ આવી પહોંચી હતી. બીજી તરફ મંગળવારે બપોરે જ્યારે તેની માતા લક્ષ્મીબેન વાંકાનેરથી પરત ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાનું જણાતા ફાળ પડી હતી. પોલીસે દરવાજો તોડ્યો તો રૂમમાં બે લાશ લટકતી હતી. માતાએ આસપાસના લોકોની મદદ લીધા બાદ 112 પર કોલ કરી પોલીસની મદદ માંગી હતી. ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ વી. એલ. રાઠોડ અને સ્ટાફે સ્થળ પર પહોંચી લોકોની મદદથી દરવાજો તોડ્યો હતો. અંદરનું દ્રશ્ય જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. રૂમમાં છતના બે અલગ-અલગ હૂક પર કાજલ અને ચેતને દોરી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બનાવની જાણ થતાં જ ચેતનના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભક્તિનગર પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કાજલ પણ માતા સાથે કેટરર્સનું કામ કરતી હતી તેણી ચાર બહેનમાં ત્રીજા નંબરે હતી. જ્યારે ચેતન એક બહેન બે ભાઇમાં મોટો હતો. મૃતકના મોટા ભાઈ સતીષના જણાવ્યા મુજબ, કાજલ સગાઈ બાદ ભાઈ સાથે જ રહેતી હતી. બે દિવસથી ચેતન ઘરે આવ્યો ન હતો.જોકે પરિવારને બંનેના સબંધથી કોઈ વાંધો હતો ન હતો. વધુમાં ચેતન અને કાજલ વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતાં હતા.
મોબાઇલ લેવાની જીદ કરતા મંગેતરે મારમાર્યો હતો
મૃતક ચેતનના ભાઈ સતીષના જણાવ્યા મુજબ ચાર દિવસ પહેલા જ્યારે કાજલ તેમના ઘરે હતી દરમિયાન કાજલ એ મોબાઇલ લેવાની જીદ પકડી હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં તે તને કાજલ ઉપર હાથ ઉપાડી લીધો હતો જે બાદ કાજલના માતા આવી જઈને દીકરીને પોતાની સાથે વાંકાનેરના તીથવા ગામે લઈ ગયા હતા. આ ઘટના બાદ ચેતન ઘરેથી નીકળી ગયો હતો.