રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક મંછાનગરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા વેપારીને વિશ્વાસમાં લઈ તેલના ધંધામાં ભાગીદારીના નામે ચાર લાખ રૂપિયાની છેતરપિંડી આચરી ભગવતી પરામાં રહેતા ચીટર દંપતીએ નાણાંન આપી ધમકીઓ આપતા ભોગ બનનારે પોલીસ કમિશનરને લેખિત અરજી કરી ગુનો દાખલ કરવા માંગ કરી છે
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક મંછાનગરમાં રહેતા આંબાભાઈ મસાભાઇ સિંધવ એ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા ને લેખિત અરજી કરી ફરિયાદ કરી હતી. ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા દંપતીઅરજી કરનાર આંબાભાઈ એ જણાવ્યા મુજબ શાકભાજીનો ધંધો કરતા હોવાનું અને ૨૮/૦૩/૨૦૨૫ના રોજ ભગવતીપરા શેરી નંબર ૦૫ માં શાળા નંબર ૪૩ પારસે રહેતા નરશીભાઈ મગનભાઈ મુળિયા ઉ.વ 62 અને તેમના પત્ની રેખાબેન નરશીભાઈ મુળિયા ઉ.વ ૪૭ને તેલના ધંધામાં ભાગીદારી કરી હતી.
આ માટે નોટરી કરાર કરીને રોકાણ પેટે રૂ. બે લાખ સબંધના હાવે આપેલા હતા.આ ભાગીદારી પેઢીમાંથી મને દર મહીને ઉચ્ચું વળતર આપવાની વાત મને દંપતીએ કરી હતી. આ દંપતીને તેલના ડબ્બામાં સમયાંતરે નાણાકીય જરૂરીયાત ઉભી થતા અલગ અગલ સમયે 50 હજાર બે વાર અને એક લાખ મળી 2 લાખ રૂપિયા રોકડા આપેલા હતા આમ કુલ 4 લાખની રકમ દંપતીએ ટૂંકા ગાળામાં ચૂકવી દેવાની ખાતરી આપેલી હતી,
આ અંગે નોટરી કરાર મુજબ આંબાભાઈ સિંધવ માંગે ત્યારે નાણા પરત કરવાનો લેખિત વિશ્વાસ આપેલો હતો.જો આ રકમ પરત ન કરે તો અમે ફોજદારી તથા દીવાસની કેસ કરી પૈસા વસુલ કરવાની ખાતરી પણ આપેલી આ પ્રોમેસરી નોટ કરી આપી હોવા છતાં દંપતી પાસે અમે પૈસાની ઉઘરાણી કરવા છતાં અમને પરત આપેલા નથી.
આ દંપતી પાસે ગત તા. ૧૭ ના રોજ નાણાકીય ઉઘરાણી કરવા જતા હાલ અમને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ચેનકેન પ્રકારે તેમના પુત્ર પાર્થભાઈ મુળિયા દ્વારા પણ અમેને ગર્ભિત ધમકી આપવામાં આવી છે.અમારી મરણ મૂડી કસાઈ જતા અમે આર્થિકભીસમાં મુકાઈ ગયેલા હોય આ અંગે અરજી સાથે પ્રોમિસરી નોટ પણ સહિતના પુરાવા જોડી નાણાકીય છેતરપીંડી કરનાર દંપતી સામે વિશ્વાસઘાત, છેતરપીંડી, ધમકી, નાણા ઓળવી જવા, કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા બી ડીવીઝન પોલીસ મથકમાં પાસે માંગ કરી છે.