BREAKING NEWS

ખોડલધામ કેન્સર હોસ્પિટલની સાઈટ પરથી ચોરી કરનાર દંપતી ઝડપાયું

  • June 11, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ : પડધરી તાલુકાના નાની અમરેલી ગામ પાસે નિર્માણધીન ખોડલધામ કેન્સર હોસ્પિટલની સાઈટ પરથી સામાનની ચોરી કરનાર રાજકોટના દંપતીને પડધરી પોલીસે ઝડપી લીધું હતું. પોલીસે કોપર વાયર સહિત .૪૦ હજારનો મુદામાલ કબ્જે કર્યેા હતો.
બનાવ અંગે રાજકોટમાં રેલનગર–૧ રામેશ્વર સોસાયટી શેરી નં.૫ માં રહેતા એડવોકેટ દક્ષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૭) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પડધરીના નાની અમરેલી ખાતે ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત પ્રોજેકટનું કામકાજ ચાલુ હોય જેથી તેઓ લીગલ ઓફિસર તરીકે દેખરેખ રાખે છે.
ગઈ તા.૭ ના બપોરના સમયે ફરિયાદી રાજકોટ હતા ત્યારે નાની અમરેલી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્િટટૂટના પ્રોજેકટનું કામ ચાલુ હોય ત્યાં સાઈટના ઇન્ચાર્જ સંદીપભાઈ તંબોલીયાનો ફોન આવ્યો હતો કે, ખીરસરા જવાના રોડ પર કમ્પાઉન્ડ હોલની દિવાલનો આશરે ૧૦૦ મીટર સુધીનો ફોર કોર કેબલ કોપર વાયર કોઇ તસ્કર કાપી ચોરી કરી ગયું છે. જેથી .૧૦ હજરની કિંમતનો આ વાયર કોઈ અજાણ્યો શખ્સ કાપીને ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા અપાયેલી સુચનાના પગલે પડધરી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જી.ચૌહાણની રાહબરીમાં ટીમે નાની અમરેલી જી.આઇ.ડી.સી અને સરપદડથી ખીરસરા રોડ પર આવેલ તમામ કમેરાઓ ચેક કરતા આ અજાણ્યો તસ્કર અને તેની સાથે આવેલ એક અજાણી ક્રી બન્ને એક બાઈકમાં ચોરી કરવા આવેલનુ જણાય આવેલ હતું. જે બાદ તપાસ હાથ ધરી તસ્કર વિપુલ વિનુ પરમાર (ઉ.વ.૨૧) અને જોશનાબેન વિપુલ પરમાર (ઉ.વ.૨૦)(રહે. બંને રાજકોટ) ની ધરપકડ કરી કોપરનો વાયર ૨૫ કિલો .૩૦ હજાર અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ બાઈક મળી કુલ .૪૦ હજારનો મુદામાલ કબ્જે કર્યેા હતો. આ કામગીરીમાં પડધરી પોલીસ મથકમાં પીઆઈ એમ.જી. ચૌહાણની રાહબરીમાં પીએસઆઇ એ.એસ.અગ્રાવત, હેડ કોન્સ્ટેબલ અમરભાઈ ગોલતર, કુલદિપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application