BREAKING NEWS

પડધરીમાં શહેર ભાજપ પ્રમુખના ભાઈની ઓફિસે કોંગી ઉમેદવારના પુત્રની ધમાલઃ લૂંટ ચલાવી

  • May 01, 2026 09:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી વધા બાદ હવે ચૂંટણી દરમિયાન વયેલા મનદુઃખ મામલે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટમાં ચૂંટણીને લઈ મારામારીની બે ઘટનાઓ બન્યા બાદ રાજકોટ જિલ્લાના પડધરીમાં કોંગ્રેસના -મહિલા ઉમેદવારના પુત્ર સહિત બે શખસોએ પડઘરી શહેર ભાજપ પ્રમુખના એડવોકેટ ભાઈની ઓફિસે જ ધસી જઇ શ્રમાલ મચાવી હતી. એડવોકેટ અને તેના ભાઈને છરીના ઘા દેવાની ધમકી આપી તેમની ઓફિસમાંથી રોકડ રૂ ૧૨,૭૫૦ ની લૂંટ ચલાવી હતી. જે અંગે પડઘરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પડધરીમાં લોહાણા શેરી ધર્મશાળા ચોક પાસે રહેતા એડવોકેટ વિપુલભાઈ પ્રફુલચંદ્ર કોટક (ઉ.વ.૪૫) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવેશ રમણીકભાઈ ચોહાણ અને અકબર ઉર્ફે અફુડો વશુભાઈ હાલા (રહે. બંને પડઘરી) ના નામ આપ્યા છે. વિપુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૨૯/૪ ના બપોરના ૪:૩૦ વાગ્યે આસપાસ તેઓ પડઘરી પનામ હોસ્પિટલ સામે ડીડીયા ચેમ્બરમાં પોતાની ઓફિસે હતા. ત્યારે ભાવેશ અને અકબર ઉર્ફે અહુડો બંને અહીં ઘસી આવ્યા હતા. બાદમાં ફરિયાદીને તેના ભાઈ દિવ્યેશ વિશે પૂછી કહેવા લાગ્યા હતા કે, તારા ભાઈ દિવ્યેશ અને ચેતનસિંહ જાડેજાએ અમારી વિરુદ્ધમાં મત નખાવી અમને હરાવ્યા છે તેમ કહી બંને ગાળાગાળી કરવા લાગ્યા હતા અને કહેતા હતા કે, તમે બંને ભાઈઓ રાતે ભેગા થાવ ત્યારે છરીના ઘા મારીને પૂરા કરી નાખવા છે તેમ કહી જાનવી મારી નાખવાની ધમકી આપી હતી.બાદમાં ભાવેશે ફરિયાદીને પાછળથી પકડી રાખી અકબરે ઓફિસના ટેબલમાં ખાનામાં રાખેલ રોકડ રૂપિયા ૧૨,૭૫૦ ની લૂંટ ચલાવી ફરિયાદીને ધક્કો મારી ઓફિસની બહાર કાઢી બંને શખસો નાસી ગયા હતા. જે અંગે વિપુલભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે લુંટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ફરિયાદી વિપુલભાઈના સગા મોટાભાઈ દિવ્યેશભાઈ પડઘરી શહેર ભાજપ પ્રમુખ છે. આરોપી ભાવેશ ચૌહાણના માતા ભાનુબેન ચોહાણ આ વખતની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડયા હતા જેમાં તેમની હાર થઈ હતી. જેવી આ બાબતનો ખાર રાખી ભાવેશે તેના મિત્ર અકબરને સાથે રાખી ધમાલ મચાવી હતી. અકબર ઉર્ફે અકુડા સામે અગાઉ મારામારી, લૂંટ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.પડધરી પોલીસ મવકના એમ.જી. ચોહાણ અને પીએસઆઇ જે. જે વાળા તથા ટીમે તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application