BREAKING NEWS

રાજકોટ જિ.પં.ની ૩૬ બેઠક માટે કોંગ્રેસ અને આપે પુરા ઉમેદવારો પણ ઊભા રાખ્યા નથી

  • April 13, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પૂરા ઉમેદવારો પણ રાખ્યા નથી. કોંગ્રેસે એક અને આમ આદમી પાર્ટીએ એક બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા નથી. બીજી મહત્વની નોંધપાત્ર બાબત એ છે કે ભાજપે જિલ્લાના ૩૬ માંથી ૧૪ બેઠકમાં ડમી ઉમેદવારના ફોર્મ ભરાવ્યા નથી. કોંગ્રેસે મોટાભાગની બેઠકોમાં આવું જ કયુ છે. યારે આમ આદમી પાર્ટી એ પણ ડમી ઉમેદવારો ઉભા રાખ્યા નથી. આગામી તારીખ ૧૩ ના રોજ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે ત્યારે જો કોઈ કારણસર મૂળ ઉમેદવારનું ફોર્મ રદ થશે તો આ બેઠક પરથી જે તે પાર્ટી આપો આપ સ્પર્ધામાંથી જ નીકળી જશે.
કોંગ્રેસે ચરખડી ની બેઠક પર અને આમ આદમી પાર્ટી એ જામકંડોરણાની બેઠક પર પોતાનો કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો નથી. બહત્પજન સમાજ પાર્ટી એ પણ ૩૬ માંથી માત્ર એક સરધારની બેઠક પર પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. સૌથી મજાની વાત એ છે કે આવી ચૂંટણીઓમાં અપક્ષોનો રાફડો ફાટતો હોય છે. પરંતુ આ વખતે માત્ર ૧૦ અપક્ષ ઉમેદવારો તે ફોર્મ ભર્યા છે. તેમાં ભાડલા બેઠક પર બે, આણદપર ભડલી બોરડી સમઢીયાળા ડુમિયાણી બેડલા સરદાર થાણાગાલોલ વેરાવળ બેઠક પર એક એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા છે.
જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની ૨૦૨ બેઠકો માટે કુલ ૭૯૬ ઉમેદવારી પત્રો ભરાયા છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીમાં ૨૮૪, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં ૨૪૯, આમ આદમી પાર્ટીમાં કુલ ૨૧૫, બહત્પજન સમાજ પાર્ટીમાં ૪ તેમજ અન્યમાં કુલ ૪૪ ઉમેદવારી પત્રકો ભરાયા છે.
તાલુકાવાર આંકડાકીય વિગતો જોઈએ તો, રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૧૦૫ ઉમેદવારી પત્રો ભરાયા છે. યારે ઉપલેટામાં ૭૧, ધોરાજીમાં ૭૦, ગોંડલમાં ૬૩, જામ કંડોરણામાં ૫૦, જસદણમાં ૮૮, જેતપુરમાં ૭૭, કોટડાસાંગાણીમાં ૭૬, લોધિકામાં ૬૩, પડધરીમાં ૭૩ અને વિંછીયામાં ૬૦ ઉમેદવારી પત્રો ભરાયા છે. ગોંડલ નગરપાલિકાના કુલ ૧૧ વોર્ડ માટે ૧૩૨ નામાંકન પત્રો ભરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News