BREAKING NEWS

થોરાળામાં બે પરીવાર વચ્ચે બઘડાટી: બે મહિલા સહિત ૧૬ સામે રાયોટનો ગુનો

  • May 14, 2026 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાળાના ગોકુલપરામાં બે પરીવાર વચ્ચે ઘર પાસે ગાળો બોલવા બાબતેની થયેલી બોલાચાલી બાદ મામલો બિચકતા બઘડાટી બોલી ગઈ હતી. બંને પરિવારો એકબીજાના ઘરમાં ઘુસી લાકડી, પાઇપ, છરી વડે હુમલો કરતા મહિલા સહિતના ઘવાયા હતા. બનાવના પગલે થોરાળા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે બે મહિલા સહીત 16 વ્યક્તિઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


બનાવ અંગે નવા થોરાળા મેઈન રોડ પર ગોકુલપરા શેરી નં-૨ માં રહેતાં અને રિક્ષા હંકારતા કાંતીભાઇ નાનજીભાઈ સોલંકી (ઉં.વ.૪૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હિમાંશુ સોલંકી, ગુલાબ વીરજી નકુમ, અશોક વીરજી નકુમ, અવિનાશ અશોક નકુમ, જયસુખ જયંતિ નકુમ, રાજુ જયંતિ નકુમ, દયાબેન અશોક નકુમ અને હંસાબેન જયંતી નકુમનું નામ આપ્યું છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રીના સાડા આઠેક વાગ્યે શેરીમાં છોકરાને લઈને નીકળ્યો હતો ત્યારે સામે રહેતો હેમાંશુ સોલંકી સહિતના ગાળો બોલતા હતા આથી તેને ગાળો બોલવાની ના પાડતા બોલાચાલી કરી માથાકૂટ કરવા લાગતા હું ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં બપોરના બે વાગ્યે ઘરે હતો ત્યારે હિમાંશુ સોલંકી સહિતના ઘરમા ઘુસી આવી ગાળો કાઢી રાત્રે શું માથાકૂટ કરતા હતા કહી બોલાચાલી કરવા લાગ્યા તા અશોક નકુમ તથા અવિનાશે તેના હાથમા રહેલ પ્લાસ્ટીકના પાઈપ વડે તથા અન્ય શખ્સોએ લાકડી વડે માર મારવા લાગતા પત્નિ જ્યોતીબેન તથા માતા સોમીબેન અને નાનાભાઈ નરેંદ્રભાઈ છોડાવવા વચ્ચે પડતા તેને પણ મુંઢ માર માર્યો હતો . દેકારો થતા બહાર શેરીમા નીકળતા દયાબેન તથા હંસાબેને ઈટના ઘા માર્યા હતા. આથી ઇજા થવાથી સિવિલમાં સારવાર લીધી હતી.


જ્યારે સામાપક્ષે ગોકુલપરા શેરી નં.૨ માં રહેતા અવીનાશ અશોકભાઈ નકુમ (ઉ.વ.૧૯) એ કાંતિ નાનજીભાઈ ચૌહાણ તેના ભાઈ મહેશ ચૌહાણ, દીપક સોમાભાઈ ચૌહાણ, કારા સોમાભાઈ પરમાર, ભીખા મનાભાઈ ચૌહાણ, બાવજી કમાભાઈ ચૌહાણ, સિધ્ધરાજ પરમાર અને નરેશ નાનજીભાઈ ચૌહાણે હુમલો કર્યો હતો.


વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે. રાત્રીના બારેક વાગ્યે મજુરીકામેથી ઘરે આવ્યો ત્યારે પરિવારે વાત કરી હતી કે, શેરીમા રાજુભાઇ છોકરાને રમાડતા હતા ત્યારે આપણી નાતના અહીં શેરીમા રહેતા કાંતીભાઈ તથા નરેશભાઈ તથા બાવજીભાઈ ત્રણેય આવી મોબાઇલમા વિડિયો ઉતારતા હોય વિડીયો ઉતારવાની ના પાડતા બધાએ ઝગડો કરી જતા રહ્યા હતા.


આ બાબતે કાંતીભાઈના ઘરે વાતચીત કરવા જતા કાંતી ચૌહાણએ છરી વડે માર મારતા નાકના ભાગે ઇજા થયેલ અન્ય શખ્સોએ લાકડી વડે માથામા મારતા ઇજા થતા લોહી નીકળવા લાગ્યા હતા. તેમજ અન્ય શખ્સોએ લોખંડના સળીયા વડે મારા દાદીમા હંસાબેન ધનજીભાઈને ડોલ મારી દીધી હતી. બચાવવા વચ્ચે પડેલા મારા ફઈ ભારતીબેનને પણ લાકડી વડે મારમાર્યો હતો. બનાવ અંગે પોલીસે સામસામી ફરીયાદના આધારે મહિલા સહિત ૧૬ સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application