ગોંડલ નાં ભગવતપરા વિસ્તારમાં રાત્રિના સમયે ઘોડો દોડાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વપ ધારણ કયુ હતું. શેરીમાં બાળકો રમતા હોવાથી ઘોડો અહીં ન ખેલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે દંપતી પર હત્પમલો કર્યેા હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રા માહિતી અનુસાર, ભગવતપરામાં રહેતા મહેશભાઈ ચમનભાઈ ગોહેલ (ઉ.વ. ૩૫) ગત રાત્રે ૯ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા. તે દરમિયાન સલીમ નામનો શખ્સ ત્યાં ઘોડો લઈને નીકળ્યો હતો. શેરીમાં બાળકો રમતા હોવાથી કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી મહેશભાઈના પત્નીએ સલીમને આ શેરીમાં ઘોડો ન ખેલાવવા અને બીજી શેરીમાં જવા વિનંતી કરી હતી. આ શિખામણ સલીમને ન ગમતા તેણે ઉશ્કેરાઈ જઈને પોતાના સાથીદારો સાથે મળીને મહેશભાઈ પર લાકડીઓ વડે તૂટી પડો હતો. આ ઝઘડામાં મહેશભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી મહેશભાઈનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે હત્પમલાખોર સલીમ અને તેની સાથેના અન્ય શખ્સો વિદ્ધ ગુનો નોંધી આગળની તપાસ અને ધરપકડની તજવીજ હાથ ધરી છે