રાજકોટમાં અગાઉ દાદા ધીરજલાલ ગોકળદાસ ગાંધીએ સને ૨૦૦૭માં રાજકોટની સિવિલ કોર્ટમાં વિજ્ઞાપન તથા કાયમી મનાઇ મેળવવા અંગેનો દાવો રાજકોટ નાગરિક બેંક લી. તથા વિજય કોમર્શીયલ બેંક અને રાજકોટ જિલ્લા કલેકટર સામે કેસ દાખલ કર્યાના ૧૮ વર્ષે સિવિલ જજ પીએમ શાહે ૧૮ વર્ષે પૌત્રની તરફેણમાં ચુકાદો ફરમાવી નાગરિક સહકારી બેંકે વાદીની તકરારી મિલ્કતનો કબજો કે જપ્તી રાજકોટ જિલ્લા કલેકટરના
હુકમના આધારે લેવા નહિ તેવો કાયમી મનાઇ હુકમ કોર્ટે ફરમાવેલ છે.
આ દાવાની હકીકત મુજબ, રાજકોટમાં આજી ઔધોગિક વસાહતમાં પ્લોટ નં. ૧૧૭૨ જમીન ચો.વા.આ. ૭૧૦-૦-૦ ઉપર આવેલ ફેક્ટરી ઉપર ઉતરોતર દસ્તાવેજો ધ્યાને લઈને પ્રીસીજન બેરિંગ પ્રા.લી.એ વિજય કોમર્શિયલ કો-ઓપ. બેંકમાંથી લોન લીધેલ અને તેમાં ૨૫ ન્યુ જાગનાથ સપ્તભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપાર કરતા વાદી ધીરજલાલ ગોકળદાસ ગાંધી જામીન થયેલ. અને મોર્ગેજ ડીડ કરાવીને અસલ ફાઈલ વિજય કોમ.બેંકને સોંપી આપેલ. આમ છતાં પણ આ સમય દરમ્યાન રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી ઉમા ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારો ચંદુલાલ બાબુલાલ અઘેરા તથા ભગવાનજીભાઈ લીંબાભાઈ ભુતે લોન લીધેલ અને તેમાં વાદીની સદરહુ મિલ્કતના ખોટા અને ઉભા કરેલા કાગળો ઝેરોક્ષ કોપીના આધારે જામીન નં. ર તરીકે દર્શાવેલ અને આવા ઈસમોને વાદી ઓળખતા નથી કે અસલ ટાઈટલ ડીડઝ આપેલ નથી. આ તમામ ટાઈટલ ડીડઝ અસલ વિજય કોમર્શીયલ બેંક પાસે હતા. આવા સંજોગોમાં ઉમા ઈન્ડસ્ટ્રીઝે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં લીધેલ લોન સંબંધે કોઈપણ હપ્તાની રકમ ભરેલ નહીં, જેથી બેંકે સિકયુરાઈઝેશન એકટ હેઠળ કાર્યવાહી જિલ્લા કલેકટર રાજકોટ સમક્ષ કરેલ અને મિલ્કત જપ્તીનો હુકમ સને ૨૦૦૭માં મેળવેલ. આવી કાર્યવાહી સામે ન્યાય મેળવવા વાદી ધીરજલાલ ગાંધીએ (દાદાએ) દાવો દાખલ કરેલ. તેમનું અવસાન થતાં તેમના પુત્રને વારસદાર તરીકે જોડેલ અને કેસ ચલાવેલ તેમનું પણ અવસાન થતાં પૌત્ર-વિપુલભાઈ રાજેશભાઈ ગાંધીએ કેસમાં જુબાની આપીને સફળતાપૂર્વક વકીલ હર્ષદકુમાર એસ. માણેક દ્વારા કેસ આગળ ધપાવેલ અને છેવટે તમામ દલીલો તથા રજુ થયેલ પુરાવાઓ ધ્યાને લઈ વાદીનો દાવો મંજુર કરેલ છે અને કાયમી મનાઈ હુકમ ફરમાવેલ છે. આમ ૧૮ વર્ષે સિવિલ કોર્ટ રાજકોટ દ્વારા પૌત્રને ન્યાય મળેલ છે. આ કામમાં વાદી તરફે એડવોકેટ હર્ષદકુમાર એસ.માણેક તથા સોનલબેન બી. ગોંડલીયા, હેતલબેન સી. ગોહેલ (ગુજરાત હાઈકોટ), તથા આસી.સહાયક તરીકે તેજલબેન ખીમાણી, ઈશીતા ગઢવાણા તથા પ્રિયા કોદવરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application