જામનગર : દરેડ વિસ્તારમાં હોટલમાંથી બાળમજુરને મુકત કરાવાયો
જામનગર : દરેડ વિસ્તારમાં હોટલમાંથી બાળમજુરને મુકત કરાવાયો
November 29, 2025 05:18 PM
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં બાળ મજૂરીના કાયદાને લઈને તંત્ર દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જામનગર નજીક દરેડ વિસ્તારમાં જીઆઇડીસી એરિયામાં આવેલી માતૃ કૃપા હોટલ એન્ડ પાન નામની દુકાન ચલાવતા મહેશપરી ભીખુપરી ગોસ્વામી દ્વારા ૧૪ વર્ષથી નાની વયના બાળક પાસેથી બાળ મજુરી કરાવાતી હોવાથી તે બાળકને મુક્ત કરાવ્યા પછી હોટલ સંચાલક સામે જામનગરની શ્રમ આયુક્ત વિભાગની ટાસ્ક ફોર્સ ની ટીમે આકરી કાર્યવાહી કરી હતી.
શ્રમ આયુક્ત વિભાગની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ઉપરોક્ત વિસ્તારની ચાની હોટલમાં તેના સંચાલક દ્વારા ૧૪ વર્ષથી નાની વયના બાળકો પાસેથી બાળમજૂરી કરાવવામાં આવી રહી છે, જેથી શ્રમ આયુક્ત વિભાગની કચેરીના સરકારી અધિકારી ડો. ડી.ડી. રામીની રાહબરી હેઠળ ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા વિગતો સામે આવી હતી આથી હોટલવાળા મહેશપરી ગોસ્વામી સામે પંચ-બીમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.