BREAKING NEWS

૧૨ દિવસના બાળકને માતાએ સ્તનપાન કરાવી સુવડાવ્યા બાદ ઉઠયું જ નહીં: મોત

  • October 13, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં રામનાથપરા નજીક કુંભારવાડામાં રહેતી પરિણીતાએ ૧૨ દિવસના પુત્રને સ્તનપાન કરાવી પડખામાં સુવડાવ્યો હોય બાદમાં ફરી દૂધ પીવડાવવા માટે બાળકને જગાવવાની કોશિશ કરતા તે હલનચલન કરતું ન હતું.જેથી તેને હોસ્પિટલ લઇ જતા અહીં તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, કુંભારવાડામાં રહેતા શેફુદ્દીનભાઈ શેખનો ૧૨ દિવસનો પુત્ર રાત્રીના તેની માતા સાથે સુતો હતો તે દરમિયાન બેભાન થઈ જતા તેને સારવાર માટે ઝનાના હોસ્પીટલમાં ખસેડાયો હતો.જયાં ફરજ પરના તબીબે જોઇ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના જમાદાર નરેશભાઈ શિયાળ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.


પોલીસની તપાસમાં શેફુદ્દીન શેખ સોની કામની મજુરી કામ કરતા હોવાનુ અને તેને સંતાનમાં એકના એક પુત્ર હોવાનુ પરીવારે જણાવ્યુ હતુ.વધુમાં મળતી વિગતો મુજબ, પુત્રને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ તેમણે બાજુમાં જ સુવડાવી દીધું હતું. બાદમાં સવારે પાંચેક વાગ્યે માતાએ જાગીને જોતા બાળકના મોઢામાંથી અને નાકમાંથી લોહી નીકળેલું હતું અને બાળકને જગાડતા તે જાગતું નહોતું અને બેભાન હાલતમાં તેમને ગુંદાવાડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો.એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application