BREAKING NEWS

સીઝફાયર તુટો: ફરી યુદ્ધની ચિનગારી ભડકી?

  • April 20, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ એશિયાના સૌથી મહત્વના જળમાર્ગ હોર્મુઝમાં સ્થિતિ ફરી વણસી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યેા છે કે અમેરિકાની નૌસેનાના વિનાશક જહાજ 'યુએસએસ સ્પ્રુએન્સ'એ ઓમાનની ખાડીમાં ઈરાનના ઝંડા ધરાવતા માલવાહક જહાજને કબજે કયુ છે. ટ્રમ્પના મતે, આ જહાજે અમેરિકી નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યેા હતો અને ચેતવણીઓ છતાં રોકાયું નહોતું, જેના કારણે તેને બળપૂર્વક કબજે કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઈરાનના સંયુકત સૈન્ય કમાન્ડે કહ્યું કે તેહરાન ટૂંક સમયમાં આનો જવાબ આપશે અને અમેરિકાની આ કાર્યવાહીને દરિયાઈ લૂંટ ગણાવી હતી. અલ જઝીરાએ ઈરાની મીડિયાના હવાલાથી જણાવ્યું છે કે ઓમાન સાગરમાં ઈરાની જહાજ પર હત્પમલા બાદ ઈરાની દળોએ અમેરિકી યુદ્ધ જહાજો તરફ ડ્રોન લોન્ચ કર્યા છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોના પ્રથમ રાઉન્ડની નિષ્ફળતા બાદ, સંઘર્ષનો રાજદ્રારી ઉકેલ શોધવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન, યુએસ નેવીએ ઈરાની ધ્વજ વાળું કાર્ગેા જહાજ કબજે કયુ છે. આ ઘટના અંગે વિગતો આપતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જહાજે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન નાકાબંધીનો ભગં કરવાનો પ્રયાસ કર્યેા હતો. કાર્ગેા જહાજને કબજે કરવાના જવાબમાં, ઈરાને ડ્રોન બોટનો ઉપયોગ કરીને યુએસ દળો પર વળતો હત્પમલો કરવાનો દાવો કર્યેા છે. તે જ સમયે, ઇસ્લામાબાદમાં યોજાનારી વાટાઘાટોના બીજા રાઉન્ડ અંગે અનિશ્ચિતતા યથાવત છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી એ સ્પષ્ટ્રતા કરી હતી કે ઇસ્લામાબાદમાં અમેરિકા સાથે બીજા રાઉન્ડની વાટાઘાટો અંગે ફેલાતા અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. ઈરાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિઓમાં વાટાઘાટોની કોઈ સ્પષ્ટ્ર સંભાવના દેખાતી નથી.
હોર્મુઝની સામુદ્રધુનીમાં, યારે અમેરિકાએ ઈરાની માલવાહક જહાજ પર હત્પમલો કર્યેા હતો, ત્યારે ઈરાને પણ અમેરિકન જહાજો પર ડ્રોન હત્પમલા કર્યા હોવાનો દાવો કર્યેા છે. માલવાહક જહાજ પરના હત્પમલા બાદ, ઈરાને ભારપૂર્વક જણાવ્યું હતું કે હોર્મુઝની સામુદ્રધુનીની સુરક્ષા મફત નથી, અને જો ઈરાનના તેલ નિકાસ પર પ્રતિબધં લાદવામાં આવે તો, સમગ્ર વિશ્વને તેના પરિણામો ભોગવવા પડશે. દરમિયાન, ઈરાને ડ્રોનનો ઉપયોગ કરીને યુએસ નેવી યુદ્ધ જહાજોને નિશાન બનાવવાનો દાવો કર્યેા છે. ઈરાની માલવાહક જહાજ પર યુએસના હત્પમલાના બદલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરિણામે, હોર્મુઝની સામુદ્રધુની દ્રારા શિપિંગ ટ્રાફિકને ફરીથી સ્થગિત કરવાથી વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ મચી ગઈ છે.
ઈરાને સંકેત આપ્યો છે કે જો અમેરિકા તેના આર્થિક અને લશ્કરી દબાણને દૂર નહીં કરે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ઈરાને એ પણ સ્પષ્ટ્ર કયુ છે કે યાં સુધી અમેરિકા તેની નાકાબંધી સમા ન કરે અને પ્રદેશમાંથી તેના લશ્કરી દળોને પાછા ખેંચી ન લે ત્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુની બધં રહેશે. આ દરમિયાન, ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટોને સરળ બનાવવા માટે રાજદ્રારી પ્રયાસો ચાલુ છે.
આ વાતની પુષ્ટ્રિ કરતા, વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે ખાસ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર મુલાકાત માટે જશે. જોકે, ઉપરાષ્ટ્ર્રપતિ જેડી વાન્સની ભાગીદારી અંગેની પરિસ્થિતિ અસ્પષ્ટ્ર છે. દરમિયાન, ઈરાને યુએસના પ્રસ્તાવને નકારી કાઢો છે અને આ વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News