વિશ્વભરના ફિલ્મ પ્રેમીઓ હાલમાં ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ ફેસ્ટિવલને ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ માટે સોથી મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. આ વર્ષે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૧૨ મે થી ૨૩ મે, ૨૦૨૬ દરમિયાન યોજાશે. તેનો ઉદઘાટન સમારોહ ભારતીય સમય મુજબ ૧૨ મે ની સાંજ અને મોડી રાત વચ્ચે શરૂ વશે. ફ્રાન્સના સુંદર શહેર ફ્રાન્સમાં દર વર્ષે યોજાતો આ કાર્યક્રમ ફક્ત રેડ કાર્પેટ અને ગ્લેમર પૂરતો મર્યાદિત નથી, તેને વિશ્વ સિનેમા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ માનવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર, ફિલ્મોને ફક્ત મનોરંજન તરીકે જ નહીં, પરંતુ કલા તરીકે પણ જોવામાં આવે છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ લગભગ ૮૦ વર્ષ પહેલાં, ૧૯૪૬ માં શરૂ થયો હતો. ફ્રાન્સે બીજા વિશ્વયુદ્ધ પછી કલા અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ફરીથી શોધવાના ઉદ્દેશ્યથી આ ફિલ્મ ફેસ્ટિવલની સ્થાપના કરી હતી. તે સમયે, ઇટાલીનો વૈનિસ ફિલ્મ ફેસ્ટિવલ ખૂબ પ્રખ્યાત હતો, પરંતુ રાજકીય પ્રભાવના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે, ફ્રાન્સે એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ
ફેસ્ટિવલની સ્વાપના કરી.
તેનો હેતુ વિશ્વભરમાં સિનેમાને પ્રોત્સાહન આપવાનો, નવી પ્રતિભા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને ફિલ્મ દ્વારા વિવિધ દેશોની સંસ્કૃતિઓને એકબીજાની નજીક લાવવાનો હતો. પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સપ્ટેમ્બર ૧૯૪૬ માં યોજાયો હતો. ધીમે ધીમે, આ ઇવેન્ટ વિશ્વનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ બન્યો હવે, કાન્સમાં ફિલ્મની પસંદગીને વૈશ્વિક માન્યતાની ગેરંટી માનવામાં આવે છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને વિશ્વનો શ્રેષ્ટ માનવામાં આવે છે કારણ કે તે ફક્ત મુખ્ય વ્યાપારી ફિલ્મોને જ નહીં, પરંતુ સામગ્રી અને સર્જનાત્મકતાને પણ પ્રાથમિકતા
આપે છે. વિશ્વભરના શ્રેષ્ટ દિગ્દર્શકો, લેખકો, નિર્માતાઓ અને કલાકારી તેમની ફિલ્મો સાથે આ ફેસ્ટિવલમાં આવે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વોચ્ચ સન્માન પામ ડી’ઓર છે, જે શ્રેષ્ઠ ફિલ્મને આપવામાં આવે છે. તે ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ટિત પુરસ્કારોમાંનો એક માનવામાં આવે છે. ઘણી ફિલ્મોએ કાન્સમાં પ્રશંસા મેળવી છે અને ત્યારબાદ ઓસ્કાર સુધી પહોંચી છે, જે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. સ્કીનીંગ ઉપરાંત, આ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય વિતરણ, ફિલ્મ બજારો અને સહ-નિર્માણ સોદાઓનું પણ આયોજન કરે છે. આ ફેસ્ટિવલને ફિલ્મ નિર્માતાઓ માટે એક મહત્વપૂર્ણ જ પ્લેટફોર્મ માનવામાં આવે છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવેશ મેળવવો એ સરળ સિદ્ધિ નથી. દર વર્ષે ફેસ્ટિવલમાં હજારો ફિલ્મો સબમિટ કરવામાં આવે છે, પરંતુ ખૂબ ઓછી ફિલ્મો પસંદ કરવામાં આવે છે. મુખ્ય સ્પર્ધા, અને સર્જેન રિગાર્ડ, ડિરેક્ટર્સ ફોર્ટનાઈટ, કિટિકસ વીક અને આઉટ-ઓફ-કોમ્પિટિશન સ્કીનીંગ સહિત વિવિધ શ્રેણીઓમાં ફિલ્મો પસંદ કરવામાં આવે છે. આ પછી, ફિલ્મોની સત્તાવાર પસંદગી માટે એક અલગ પ્રક્રિયા વાય છે.