કાલે અસલ પ્રમાણપત્રો વેરીફાઇ નહીં કરાવે તે ઉમેદવાર ભરતી માટે ગેરલાયક: સૌ. યુનિ.
કાલે અસલ પ્રમાણપત્રો વેરીફાઇ નહીં કરાવે તે ઉમેદવાર ભરતી માટે ગેરલાયક: સૌ. યુનિ.
April 06, 2026 05:05 PM
રાજકોટ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં બીન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી પડેલી ૫૯ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા માટે યુનિવર્સિટી દ્રારા તારીખ ૧૬ માર્ચના રોજ એકઝામ 'એ' લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિધાર્થીઓની એકઝામ 'બી' અને એલિમિનેશન ટેસ્ટ આગામી તારીખ ૧૯ ના રોજ લેવામાં આવનારી છે. પ્રથમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ આવતીકાલે યુનિવર્સિટી ખાતે પોતાના અસલ પ્રમાણપત્રો વેરીફાઇ કરાવી લેવાના રહેશે અને જો કોઈ ઉમેદવાર તેમ નહીં કરાવે તો તે આગામી તારીખ ૧૯ ના રોજ લેવાનારી એકઝામ 'બી' માટે અને એલિમિનેશન ટેસ્ટ માટે ગેરલાયક ગણાશે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના રિક્રુટમેન્ટ સેલ દ્રારા દરેક ઉમેદવારોને કઈ પોસ્ટના, કયા ઉમેદવારને, કેટલા વાગે યુનિવર્સિટી કેમ્પસમાં, કયાં હાજર થવાનું છે ? તેની વિગતવાર સૂચના અગાઉ આપી દીધી છે, આવતીકાલે ઉમેદવારોને પોતાના અસલ પ્રમાણપત્રોની ખરાઈ માટે હાજર થવા જણાવાયું છે, જે ઉમેદવારો પ્રમાણપત્રો વેરીફાઈ નહીં કરાવે અને પોતે હાજર નહીં રહે તો આગામી તારીખ ૧૯ ના રોજ લેવાનારી એકઝામ 'બી' અને એલિમિનેશન ટેસ્ટ માટે તેમને ગેરલાયક જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની બિન શૈક્ષણિક કર્મચારીઓની ૫૯ જગ્યા માટે ૧૨૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. અરજી કર્યા પછી ફાઇનલ સબમિટનુ બટન નહીં દબાવનાર ૨૫૦ જેટલા ઉમેદવારો પ્રથમ ધડાકે જ આઉટ થઈ ગયા હતા. જો કે તેમણે પરીક્ષા માટે ફી ભરી હતી અને તેને કોઈ વધારાનો ચાન્સ અપાયો ન હતો. ૨૫૦ જેટલા ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા અને ૭૦૦ જેટલા વિધાર્થીઓની પરીક્ષા લેવાયા પછી તેમાંથી ૨૫૦ જેટલાને મેરીટ લીસ્ટમાં લેવામાં આવ્યા છે. હવે આવતીકાલે તેમાં ગેરહાજર રહેનાર અથવા તો પ્રમાણપત્રો વેરિફાઇ ન કરાવનારને ભરતી પ્રક્રિયામાંથી દૂર કરાશે. તારીખ ૧૯ એપ્રિલના રોજ એલિમિનેશન ટેસ્ટ અને એકઝામ 'બી' લેવામાં આવશે અને તેનું પરિણામ જાહેર કર્યા પછી માંડ ૧૦૦ જેટલા વિધાર્થીઓ ઉમેદવારોને લાયક ગણીને બ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે